સુરત પોલીસ કમિશ્નરનું જાહેરનામું, જો આ સમયે પતંગ ચગાવ્યા તો તમારી સામે દાખલ થશે ગુનો, જાણો કેમ
જોકે ઘણાં સમયથી માર્કેટમાં પતંગો અને દોરીઓ મળવાની શરૂ થઈ ગઈ છે, એવામાં લોકોએ જીવલેણ દોરી ખરીદી લીધી હોય તેવી પણ પૂરી શક્યતા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો આ ઉત્તરાયણમાં જીવલેણ દોરીનો ઉપયોગ કરવામાં આવશે તો જે તે વ્યક્તિ પકડાતા તેના પર ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. આ જાહેરનામા સાથે ચાઈનીઝ દોરી વેચતા વ્યાપારીઓ પણ સકંજામાં કસાયા છે.
પોલીસ દ્વારા નક્કી કરાયેલા સમયમાં જો બાળકો પતંગ ચગાવશે તો શું થશે તે તો પોલીસ જ જાણે. આ ઉપરાંત પોલીસે બહાર પાડેલા જાહેરનામામાં ચાઈનાની જીવલેણ દોરીનો ઉપયોગ કરવા માટે પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
જોકે ઉત્તરાયણમાં પતંગો તો મોટાથી લઈને બાળકો સુધી તમામ લોકો ચગાવતા હોય છે, એવામાં પોલીસનો આ ફતવો જનતા માટે માથાનો દુખાવો બની રહેશે. જાહેરનામું બહાર પાડતાં સુરતના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
સુરત પોલીસ કમિશ્નર સતિષ શર્માએ પોતાના જાહેરનામામાં ઉલ્લેખ કર્યો છે કે, ઉત્તરાયણના દિવસે સવારે 6થી 8 અને સાંજે 5થી 7 વાગ્યા સુધી કોઈ પતંગ ચગાવશે તો પોલીસ દ્વારા તે શખ્સની ધરપકડ કરવામાં આવશે.
સુરત: ગુજરાતમાં ઉત્તરાયણના તહેવારને માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, એવામાં સુરત પોલીસ કમિશ્નરે એક જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં સુરતીલાલાઓમાં રોષ જોવા મળી રહ્યો છે. સુરત પોલીસ કમિશ્નર સતીષ શર્માએ જાહેરનામું બહાર પાડતા પતંગ ચગાવવાનો સમય નક્કી કરવામાં આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -