લોક રક્ષક પરીક્ષા: પોલીસે કેમ 4થી વધારે વ્યક્તિ ભેગા થવા પર લગાવ્યો પ્રતિબંધ? જાણો વિગત
પરીક્ષા કેન્દ્રથી 100 મીટરના વિસ્તારમાં ચારથી વધારે લોકોનાં ભેગા થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. લાઉડ સ્પિકર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં પરીક્ષા કેન્દ્રની આસપાસની ઝેરોક્ષની દુકાનો બંધ રાખવામાં આવશે. પરીક્ષા ખંડમાં મોબાઇલ લઇ જવા પર પણ પ્રતિબંધ મૂકી દેવાયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppLRDની પરીક્ષાની સાથે સાથે આજે તંત્રની પણ પરીક્ષા છે. કારણ કે બીજી ડિસેમ્બરના રોજ પેપર લીક થતાં તંત્રની આબરૂ જવાની સાથે સાથે વિદ્યાર્થીઓના સમય અને પૈસાનો પણ વેડફાટ થયો હતો. લોક રક્ષક દળની પરીક્ષાને લઈને સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.
રાજ્યના 2440 પરીક્ષા કેન્દ્ર પર LRDની લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ગત બીજી ડિસેમ્બરના રોજ પરીક્ષાનું પેપર લીક થયા બાદ પરીક્ષાને મોકૂફ રાખવામાં આવી હતી. જે બાદમાં પોલીસે આ કેસમાં મુખ્યસૂત્રધાર સહિત 15 જેટલા લોકોની ધરપકડ કરી છે.
પરીક્ષા માટે એસ.ટી. વિભાગે વધારાની બસો ફાળવી છે. આ ઉપરાંત સીસીટીવી, ફ્લાઇંગ સ્ક્વોડથી પરીક્ષા કેન્દ્રો પર નજર રાખવામાં આવી રહી છે.
અમદાવાદઃ ગુજરાતમાં આજે લોક રક્ષક દળની પરીક્ષા ફરીથી યોજાઈ રહી છે. સવારે આઠ વાગ્યાથી જ પરીક્ષાર્થીઓને બાયોમેટ્રિકથી પ્રક્રિયા પૂરી કરીને પ્રવેશ આપવાનો શરૂ કરી દેવામાં આવ્યો છે. રાજ્યના 21 શહેરમાં યોજાયેલી આ પરીક્ષામાં 8.76 લાખ ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે. પરીક્ષાનું આયોજન 11 વાગ્યાથી 12 સુધી કરવામાં આવ્યું છે. લોકરક્ષક દળની 9700 જગ્યા માટે આજે 8 લાખથી વધુ ઉમેદવારો પરિક્ષા આપશે. રાજ્યભરના 2 હજાર કેન્દ્ર પર પરીક્ષા યોજાશે. શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાય તે માટે પરીક્ષા કેન્દ્રો બહાર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પરીક્ષા કેન્દ્રથી 100 મીટરના વિસ્તારમાં ચારથી વધારે લોકોનાં ભેગા થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -