શંકરસિંહના પુત્ર મહેન્દ્રસિંહ પાછા કોંગ્રેસમાં નહીં પણ આ પક્ષમાં જોડાશે, લોકસભાની ચૂંટણી કઈ બેઠક પરથી લડશે ? જાણો વિગત
ગુજરાતમાં એનસીપીને કોંગ્રેસ બે બેઠકો આપશે ને તેમાં એક બેઠક સાબરકાંઠા હશે ત્યારે બાપુ પોતાના પુત્રને મેદાનમાં ઉતારશે એ નક્કી છે. શંકરસિંહ વાઘેલા 2009માં સાબરકાંઠા બેઠક પરથી જીત્યા હતા પણ 2014ની ચૂંટણીમાં દીપસિંહ સામે હારી ગયા હતા. હવે મહેન્દ્રસિંહ બાપુના ગઢને પાછો લાવવા મેદાનમાં ઉતરશે.
અમદાવાદઃ ગુજરાતના રાજકારણમાં લાંબા સમયની શાંતિ પછી મોટો ધડાકો થયો છે અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. મહેન્દ્રસિંહ અષાઢી બીજના દિવસે એટલે કે ત્રણ મહિના અગાઉ મહેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાયા હતા.
હવે દશેરાના દિવસે તેમણે ભાજપ છોડી દીધો છે. હવે મહેન્દ્રસિંહ શું કરશે એવો સવાલ પૂછાઈ રહ્યો છે ત્યારે શંકરસિંહ વાઘેલાની નજીકનાં સૂત્રોએ જણાવ્યું છે કે, મહેન્દ્રસિંહ એનસીપીમાં જોડાશે અને સાબરકાંઠા લોકસભા બેઠક પરથી એનસીપીના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારશે.