પંચમહાલઃ પૂરપાટ જતું ટ્રિપલ સવારી બાઇક ઘૂસી ગયું મકાનમાં, યુવતી સહિત ત્રણના મોતથી અરેરાટી
એબીપી અસ્મિતા વેબ ટીમ | 17 Oct 2018 10:22 AM (IST)
1
2
3
4
આ અકસ્માતમાં છોટાઉદેપનાર બોડેલી તાલુકાના આ ત્રણેય યુવક-યુવતીના મોત થયા હતા. ત્રણેયના મૃતદેહ જાંબુઘોડા હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
5
આ અંગેની વિગતો એવી છે કે, જીજે 06, સીએન 4233 નંબરના બાઇક પર એક યુવતી અને બે યુવકો એમ ટ્રિપલ સવારી જઈ રહ્યા હતા. દરમિયાન બાઇક ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બાઇક રોડ પાસેના કાચા મકાનમાં ઘૂસી ગયો હતો.
6
પંચમહાલઃ જાંબુઘોડાના ખાંડીવાવમાં એક ટ્રિપલ સવારી બાઇક ઘરમાં ઘૂસી જતાં એક યુવતી અને બે યુવકનાં ઘટનાસ્થળે જ મોત થયા છે. આ ઘટનાના સમાચાર મળતાં આસપાસથી લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસને જાણ કરતાં પોલીસ પણ આવી પહોંચી હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.