વલસાડઃ યુવક યુવતી સાથે વેલેન્ટાઇન-ડે ઉજવવા તિથલ બીચ આવ્યો ને પછી બન્યું કંઇક આઘાતજનક
વલસાડ: આજે સવારે તિથલ સ્વામિનારાયણ મંદિર પાસેથી એક અજાણ્યા યુવકની દરિયામાં ડૂબેલી લાશ મળી આવતાં ભારે ચકચાર મચી ગઈ છે. હાલ આ યુવકની ઓળખ થઈ શકી નથી, પરંતુ તેના પાકીટમાંથી 20 ડોલરની નોટ મળી આવી છે. જોકે, ચર્ચા છે કે, યુવક યુવતી સાથે વેલેન્ટાઇન ડે ઉજવવા આવ્યા પછી તેની લાશ મળી આવી છે.
સ્થાનિકોમાં ચર્ચા છે કે, ગઈકાલે વેલેન્ટાઈન ડે હોવાથી અનેક યુગલો વલસાડના તિથલ દરિયા કિનારે ફરવા માટે આવ્યા હતા. આ મૃતક પણ કોઈક યુવતી સાથે આવ્યા હતા. આ યુવતી સાથે બોલાચાલી પણ થઈ હતી. તેમજ તેમની વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. આ યુગલ મોડી રાત સુધી તિથલ ખાતે હતા અને બંને વચ્ચે ઝઘડો ચાલું જ હતો.
યુવકની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતાં સ્થાનિક પોલીસ તપાસ કરી રહી છે. શંકાસ્પદ યુવતી કોણ છે તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે. પોલીસ તપાસ પછી જ આ યુવક કોણ છે અને તેની હત્યા કેમ કરવામાં આવી, તેમજ તેની સાથે યુવતી કોણ હતી, તે વિગતો સામે આવી શકે છે.
ગઈ કાલના આ ઝઘડા પછી આજે સવારે યુવકની શંકાસ્પદ લાશ મળી આવી છે. ત્યારે યુવક સાથે આવેલી યુવતી કોણ હતી તે અંગે ભારે ચર્ચા જાગી છે અને તેમની વચ્ચે કયા કારણથી ઝઘડો થયો હતો, તે પણ ચર્ચા થઈ રહી છે. જોકે, યુવતી સાથેની બોલાચાલી બાદ યુવાને આપઘાત કર્યો કે તેની હત્યા કરવામાં આવી તે બહાર આવ્યું નથી.