ધાનાણીએ CMને પત્ર લખી માંગ્યું ડેપ્યુટી સ્પીકરપદ, ભાજપ માને તો કોંગ્રેસ કોને બનાવવા માગે છે ડેપ્યુટી સ્પીકર?
સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર જો ભાજપ સરકાર વિપક્ષની આ માગ સ્વીકારી લે તો કોંગ્રેસ મોહનસીંહ રાઠવાને આ પદ આપે તેવી શક્યતા દર્શાવામાં આવી રહી છે.
સામાન્ય રીતે એવું બનતું હોય છે કે વિપક્ષને ડે. સ્પીકરનું પદ મળતું હોય છે. જોકે કેશુભાઈની સરકાર આવ્યા બાદ ભાજપની એક પણ સરકારે વિપક્ષને આ પદ આપ્યું નથી. ત્યારે વિપક્ષના નેતા પરેશ ધાનાણી આ મામલે વિજય રૂપાણીને આગામી 16 ફેબ્રુઆરી સુધીમાં સકારાત્મક જવાબ આપવાની માગ કરી છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 20 વર્ષથી વિપક્ષને આ પદ મળ્યું નથી. છેલ્લે કેશુભાઈ પટેલની સરકારમાં કોંગ્રેસને ડે. સ્પીકરનું પદ મળ્યું હતું.
બીજા બાજુ કોંગ્રેસ ડે. સ્પીકરનું પદ કોંગ્રેસને મળે તે માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. કોંગ્રેસના વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ વિજય રૂપાણીને પત્ર લખીને ડે. સ્પીકરનું પદ કોંગ્રેસના આપવાની માગ કરી છે.
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી ૧૯મી ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે. હાલ ગુજરાત વિધાનસભાના પ્રોટેમ સ્પીકરની જવાબદારી ડો.નીમાબહેન આચાર્ય સંભાળી રહ્યા છે. જો કે, વિધાનસભાના નવા અધ્યક્ષ તરીકે વડોદરાના રાવપુરા બેઠકના ભાજપના ધારાસભ્ય રાજેન્દ્રભાઇ ત્રિવેદીનું નામ નક્કી મનાઇ રહ્યું છે.