Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
બનાસકાંઠાઃ યુવક પડ્યો ડોક્ટર યુવતીના પ્રેમમાં, લગ્ન માટે તૈયાર ન થતાં શું કર્યું?
દાંતાઃ બનાસકાંઠાના દાંતામાં લગ્ન કરવા માટે ડોક્ટર યુવતીનું અપહરણ કરવામાં આવતાં ભારે ચકચાર મચી ગઈ છે. સિદ્ધપુરના ચાર શખ્સો દ્વારા ડોક્ટર યુવતીનું અપહરણ કરવામાં આવ્યું હતું અને લગ્ન માટે પરાણે ફરજ પાડવામાં આવી હતી. જોકે, આ સમયે ગામલોકો ત્યાં આવી પહોંચતા આ શખ્સો હવામાં ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયુવતીએ ચાર શખ્સો સામે અપહરણ અને બળજબરીથી લગ્ન કરવાની ફરિયાદ દાંતા પોલીસમાં કરી છે. યુવતીએ પોલીસ ફરિયાદમાં એક યુવકનું નામ પણ જણાવ્યું છે. પોલીસે ડોક્ટર યુવતીની ફરિયાદને આધારે વધુ તપાસ હાથ ધરી છે.
જોકે, ડોક્ટર યુવતીએ સહી કરવાનો ઇનકાર કરી દીધો હતો. આથી આ યુવકોએ હવામાં ફાયરિંગ કરી યુવતીને ધમકાવી હતી. દરમિયાન આસપાસથી લોકો દોડી આવતાં ચારેય શખ્સો ડરી ગયા હતા અને ડોક્ટર યુવતીને ત્યાં જ છોડીને જતાં રહ્યા હતા. આથી યુવતી ત્યાંથી સીધી દાંતા પોલીસ સ્ટેશન પહોંચી હતી અને આ ચારેય શખ્સો સામે પોલીસ ફરિયાદ કરી હતી.
આ અંગે મળતી વિગતો પ્રમાણે દાંતાના રતનપુરની ડોક્ટર યુવતી સાથે એક યુવક લગ્ન કરવા માગતો હતો. જોકે, યુવતી તાબે ન થતાં તેણે અન્ય ત્રણ શખ્સો સાથે મળીને ગઈ કાલે રાતે રતનપુરથી યુવતીનું કારમાં અપહરણ કર્યું હતું અને પછી તેને સિદ્ધપુર પાસેના ડુલા ગામ પાસે લઈ આવ્યા હતા અને પછી બંદૂક બતાવીને તેને મેરેજના દસ્તાવેજ પર સહી કરવાની ફરજ પાડવામાં આવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -