દાહોદઃ કાકીએ જ સગીરાને સોંપી અજાણ્યા યુવકને અને બંધાવ્યા શારીરિક સંબંધ, પછી શું થયું?
જોકે, સગીરાને પિતાએ કૂવામાંથી બહાર કાઢી લીધી હતી. આ પછી પરિવારના લોકોએ પુછપરછ કરતાં તરૂણીએ સંપૂર્ણ વાત કરતાં સગીરાની કાકીને પકડતાં અલ્કેશનું નામ ખુલ્યું હતું. આ ગંભીર ઘટના મામલે કિશોરીના પિતાએ કુટુંબી કાકી અને અલ્કેશ સામે દેવગઢ બારિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબીજી તરફ સગીરા સાથે બળાત્કાર થયા પછી કાકી તને ઘરે મુકવા આવી હતી, પરંતુ પરિવારને જાગેલો જોઇને તે તરૂણીને ઘરના બાથરૂમ પાસે મૂકીને નાસી છૂટી હતી. ત્યારે અડધી રાતે ઘરે પહોંચેલી દીકરીની પૂછપરછ કરતાં તેણે કોઈ જવાબ આપ્યો નહોતો અને બાજુમાં આવેલા કૂવામાં છલાંગ મારી દીધી હતી.
અહીં તેની કાકીએ અલ્કેશ વેચાત પટેલને સોંપી દીધી હતી. અલ્કેશે સગીરાને પોતાની સાથે લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો. બીજી તરફ રાતે કિશોરીના પિતા લઘુશંકા માટે ઉઠતાં દીકરીનો ખાટલો ખાલી જોતાં પરિવારને જગાવીને શોધખોળ શરૂ કરી હતી.
દાહોદઃ દેવગઢ બારિયાના મોટીઝરીમાં રહેતી 13 વર્ષીય સગીરા પર હિન્દોલિયાના યુવકે બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. અડધી રાતે ઘરેથી લાપતા બનેલી દીકરીની પૂછપરછ કરવા જતાં સગીરાએ કૂવામાં છલાંગ લગાવી દીધી હતી. જોકે, તેના પિતાએ તેને બચાવી લીધી હતી અને તેની પૂછપરછ કરતાં બળાત્કાર થયો હોવાનો ખૂલાસો થયો હતો.
આ અંગેની વિગતો એવી છે કે, મોટીઝરીની 13 વર્ષીય સગીરા ગત 30મી એપ્રિલે પોતાના ઘરના આંગણામાં સૂતી હતી. દરમિયાન રાતે 10.30 વાગ્યે તેની કૌટુંબિક કાકી તેના ઘરે આવી હતી અને સગીરાને જગાડી હતી. આ પછી સગીરાને કોઈ લાલચ આપીને બાજુના હિન્દોલિયા ગામે લઈ ગઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -