દાહોદઃ પરીણિત પ્રેમિકા સાથે રંગરેલિયાં મનાવવા ગયેલો યુવક ઝડપાઈ ગયો પછી લોકોએ શું કર્યું? જાણો વિગત
માહિતી પ્રમાણે દાહોદ જિલ્લાના સીંગવાડ તાલુકાના એક ગામમાં એક પરણીત યુવક તેની પ્રેમીકા પરીણિતાને મળવા તેના ગામે ગયો હતો. આ દરમિયા તે ગામલોકોના હાથે ઝડપાઇ ગયો અને માર મારી ગામલોકોએ વીજળીના થાંભલા સાથે બાંધી દીધો હતો. એટલું જ નહીં તેનો માર મારતો એક વીડિયો પણ સોશ્યલ મીડિયામાં ફરતો કરી દીધો હતો.
ત્યાં ઉપસ્થિત કેટલાંક લોકોએ જાણી જોઇને મોબાઇલમાં તેનો વિડિયો બનાવ્યો, અને તેને સોશ્યલ મીડિયામાં વાયરલ પણ કરી દીધો હતો. જોકે બાદમાં બન્ને પક્ષે ભેગા થઇને 15 હજાર રૂપિયામાં મામલાનું સમાધાન કરી લીધુ હતું. આ બનાવ અંગે પોલીસ ફરિયાદ થઇ છે કે નહીં તેની માહિતી મળી શકી નથી.
સીંગવડ તાલુકાના એક ગામનો પરણિત યુવાન નજીકમાં આવેલા તેની પ્રેમિકાના ગામે તેને મળવા ગયો હતો. બન્ને જણા એકબાજુ બેસીને વાતો કરતાં હતા ત્યારે પરણીતાના ઘરવાળોએ તેને જોઇ ગયા અને થોડાક વારમાં ગામલોકોનુ ટોળુ ત્યાં ધસી આવ્યું. પહેલા યુવકને માર માર્યો અને બાદમાં એક વીજળીના થાંભલા સાથે તેને બાંધી દીધો હતો.
દાહોદઃ દાહોદ જિલ્લાના એક ગામમાં વિચિત્ર બનાવ બન્યો છે, એક લવર પોતાની પ્રેમિકાની સાથે પકડાતા ગ્રામજનોએ તેને થાંભલા સાથે બાંધી દીધો હતો