લુણાવાડા-ગોધરા હાઈવે પર ડિવાઈડર કુદીને સામે આવતાં છકડા સાથે અથડાઈ કાર, 3નાં મોત
ઘટનાના પગલે રોડ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતાં જ લુણાવાડા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી. અકસ્માત સર્જાયા બાદ હાઈવે પર લોકોના ટોળાં વળ્યાં હતાં જ્યારે અકસ્માત બાદ રોડ પર ટ્રાફિકજામ થઈ ગયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઘટનાની જાણ થતાં લુણાવાડા પોલીસ સ્ટેશનની એક ટીમ સ્થળ ઉપર પહોંચીને આગળની કાર્યવાહી હાથધરી હતી. આ ઉપરાંત ત્રણે મૃતકોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતના કારણે કાર અને છકડો પલટી ખાઈ ગયા હતા અને નીચે ચાલક પણ નીચે બદાઈ જતાં મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકોના ટોળા એકઠાં થઈ ગયા હતા અને રોડ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
બંને વચ્ચે થયેલી ટક્કરથી ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે મહિલા સહિત છકડા ચાલકનું મોત નીપજ્યું હતું. આ સાથે કેટલાંક મુસાફરો ઈજાગ્રસ્ત થતાં લુણાવાડા જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મહિસાગર જિલ્લાના લુણાવાડા-ગોધરા રોડ ઉપર આવેલા સુવા ગામ પાસે સોમવારે સવારે કાર ડિવાઈડર કુદીને સામેની તરફથી આવતા છકડા સાથે ધડાકાભેર અસક્માત સર્જાયો હતો.
મહિસાગર જિલ્લાના લુણાવાડા-ગોધરા રોડ ઉપર સુવા ગામ પાસે રોડ અકસ્માત સર્જાયો હતો. તેજ ગતિથી આવી રહેલી કારે છકડાને અડફેટે લેતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 2 મહિલા સહિત છકડા ચાલકનું મોત નીપજ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -