થરાદની પરિણીતાને ત્રણ યુવાનોએ અપહરણ કરી સુરત અઢી મહિના ગોંધી રાખી દુષ્કર્મ કર્યું, જાણો વિગતે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબાદમાં પરિણીતાએ થરાદ પોલીસે સ્ટેશનમાં અશોક પટેલ, ભીખા પટેલ અને ગમના પટેલ વિરુદ્ધ અપહરણ અને દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.
ત્યાં પરિણીતાને ગમનાભાઇ પટેલ (કોળાવા ગામ)ની મદદથી એક મકાનમાં અઢી માસ સુધી ગોંધી રાખવામાં આવી હતી. અહીં અશોક અવાર નવાર પરિણીતાને ડરાવી ધમકાવીને દુષ્કર્મ આચરતો હતો. જોકે, બાદમાં પરિણીતા જેમતેમ કરીને ત્યાંથી છટકી જવામાં સફળ રહી અને થરાદ આવીને સઘળી હકીકત જણાવી હતી.
અશોકભાઇએ પરિણીતાને કહ્યું કે, હું તારા પિયર જઇ રહ્યો છું, ચાલ મારી સાથે સ્વિફ્ટમાં બેસી જા, જોકે, પરિણીતા ઓળખતી હોવાથી તે બેસી ગઇ હતી. બાદમાં અન્ય એક શખ્સ ભીખાભાઇ પટેલ (કોળાવા ગામ) પણ ગાડીમાં હતો. બાદમાં ગાડીમાં પરિણીતાને બેભાન કરીને સુરત લઇ જવામાં આવી હતી.
મળતી માહિતી પ્રમાણે, થરાદ તાલુકાના લાખણી ગામમાં પિયરમાં જવા નીકળેલી પરિણીતાનું ત્રણ શખ્સો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. 20 વર્ષની પરિણીત યુવતીનું લગ્ન લાખણીમાં થયા હતા, તે લાખણીમાં સાસરે હતી ત્યારે તેના પિતા બિમાર હોવાના સમાચાર મળ્યા હતા.
પિતા બિમાર હોવાથી જાણ થતાં પરિણીતા પોતાના પિયર પિતાના ખબર અંતર પુછવા જઇ રહી હતી, તે સમયે રસ્તાંમાં અશોકભાઈ નાથાભાઈ પટેલ (સાબા ગામ) તેની સ્વિફ્ટ લઇને ઉભો હતો.
થરાદઃ થરાદમાં પરિણીતાને અપહરણ કરીને અઢી માસ સુધી ગોંધી રાખી દુષ્કર્ણ કર્યાની ઘટના સામે આવી છે. પીડિત પરિણીતાએ ત્રણ શખ્સો વિરુદ્ધ લાખણીથી સુરત લઇ જઇ સતત દુષ્કર્મ કર્યો હોવાનો ઘટસ્ફોટ પોલીસ સમક્ષ કર્યો હતો. પોલીસે આ ઘટના અંગે આગળ તાપસ હાથ ધરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -