કચ્છઃ માતા-બહેનને તલવારથી રહેંસી નાંખનારી યુવતીને ફાંસી, હત્યાનું કારણ જાણી લાગશે આઘાત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગત 17મી ફેબ્રુઆરી 2017ના રોજ ગાંધીધામના નવી સુંદરપુરી સ્થિત સથવારા વાસમાં વહેલી સવારે પાંચ વાગ્યે યુવતીએ તલવારથી કરેલા ડબલ મર્ડરની ઘટનાને રેર ઓફ રેર ગણી આરોપી યુવતીને મૃત્યુદંડની સજા ફટકારી છે.
મંજુનો ભાઈ વિજય ઘરની બહાર સૂતો હતો. જ્યારે માતા રાજીબેન (ઉ.વ. 60), તેમની ત્રણ દીકરીઓ આરતી (ઉ.વ.27), મંજુ (ઉ.વ.17) અને મધુ ઘરમાં સૂતા હતા. જોકે, સાંજે થયેલા ઝઘડાથી મંજુ વ્યથિત હતી. જેનો રોષ શાંત ન થતાં વહેલી સવારે બધા સૂતા હતા, ત્યારે મંજુ તલવાર લઈ માતા પર જીવલેણ હુમલો કર્યો હતો.
એક વર્ષ જૂના આ કેસમાં કેટલાસ સાક્ષીઓ ફરી ગયા હતા. જોકે, સરકારી વકીલની મજબૂત દલીલો અને સરકારી સાહેદોની જુબાનીને ધ્યાને લઈ ગાંધીધામ એડિશનલ સેશન્સ જજ ડી.આર. ભટ્ટે મંજુને આઇપીસી 302 હેઠળ ફાંસી અને આઇપીસીની 307ની કલમ હેઠળ પાંચ વર્ષની સજા તેમજ બે હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
ગાંધીધામઃ ઘરકામ કરવા જેવી નાની બાબતે માતાએ ઠપકો આપતાં યુવતીએ પોતાની સગી માતા અને બહેનની તલવારના ઘા મારીને હત્યા કરવાના કેસમાં ગાંધીધામ કોર્ટે યુવતીને ફાંસીની સજા સંભળાવી છે. ગાંધીધામના સુંદરપુરીમાં યુવતીએ ગત વર્ષે સગી માતા અને બહેનની હત્યા કરતાં ભારે ચકચાર મચી ગઈ હતી.
આ ઘટનાની વિગતો એવી છે કે, આરોપી મંજુ ડુંગરીયાને હત્યાની આગલી સાંજે માતા રાજીબેન ઘરકામ બાબતે ઠપકો આપતાં મંજુએ માતાને ગાળાગાળી કરી હતી. જેથી માતાએ પણ તેને ઝાપટ મારી હતી. જોકે, થોડીવારમાં મામલો શાંત પડી ગયો હતો. તેમજ સૌ સાથે જમ્યા પછી સઊ ગયા હતા.
રામબાગ હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ રાજીબેન અને આરતીનું મોત થયું હતું. આ હુમલો હત્યામાં પરિણમતા પોલીસે મંજુની ધરપકડ કરી હતી. આ હત્યા કેસમાં આજે 22 સાક્ષીઓ, 42 દસ્તાવેજી પુરા, સરકારી સાહેદો અને સાંયોગિક પુરાવાના આધારે કોર્ટે મંજૂને કસૂરવાર ઠેરવી ફાંસીની સજા સંભળાવી હતી.
માતાનો કણસવાનો અવાજ સાંભળી મધુ અને આરતી જાગી જતાં તેમના પર પણ મંજુએ હુમલો કરી દીધો હતો. આ બૂમાબુમનો અવાજ સાંભળી વિજય ઘરમાં આવ્યો, તો તેની નજર સામે જ મંજુ ખુનની હોળી ખેલતી નજરે પડી હતી. જેથી તેણે પણ બૂમાબૂમ કરતાં પાડોશીઓ દોડી આવ્યા હતા અને ઘાયલ માતા અને તેની બે બહેનોને સારવાર માટે ખસેડ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -