Election 2024 Exit Polls
(Source: Dainik Bhaskar)
કચ્છઃ નલીયામાં પરિણીત યુવતી પર 10 લોકોનો સામૂહિક રેપ, વીડિયો બનાવી કરી બ્લેકમેઇલિંગ
મળતી વિગતો અનુસાર, મુંબઇમાં રહેતી પીડિતાએ પોતાના વતન નલિયામાં નોકરી શરૂ કરી હતી. જોકે, બાદમાં પરિણીતાની આર્થિક સ્થિતિનો લાભ લઇ સંબંધ બાંધી તેનો વીડિયો બનાવવામાં આવ્યો હતો. જોકે, આ ઘટના ઓગસ્ટ 2015ની છે પરંતુ 2016માં ચર્ચામાં આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે, હવસખોરો દ્વારા સતત સંબંધ બનાવવા મજબૂર કરાતા અંતે કંટાળેલી આ યુવતીએ પોલીસનું શરણું લીધું હતું. પરંતુ ત્યાં દાદ ન મળતા આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલમાં આ સમગ્ર પ્રકરણની તપાસ નલીયા પીએસઆઇ ડી.એમ.ઝાલા કરી રહ્યા છે.
પોલીસ ફરીયાદમાં યુવતીએ જણાવ્યું હતું કે, તેને અગાઉ પહેલા આર્થિક લાલચ દ્વારા સંબંધ બાંધ્યા બાદ કેફી પીણું પીવડાવી તેના નગ્ન એમએમએસ ઉતારીને બ્લેક મેઇલીંગ શરૂ કરાયું હતું. અને ત્યારપછી નલીયા, નખત્રાણા, આદિપુર અને ગાંધીધામના મોટા માથા સમાન સામાજીક અને વ્યવસાયિક ક્ષેત્રે અગ્રણી એવા મોટા માથાઓએ આ યુવતી પર કયારેક વ્યકિતગત તો કયારેક સામૂહિક બળાત્કાર ગુજારી જાતીય શોષણ કર્યું હતું.
ભૂજઃ મૂળ કચ્છની અને મુંબઇ રહેતી યુવાન પરિણીતા પર સામૂહિક બળાત્કાર થયાની ઘટનાએ ચકચાર જગાવી છે. એટલું જ નહીં રેપ બાદ તેનો વીડિયો બનાવીને તેણીને બ્લેકમેઇલિંગની કરવામાં આવી હતી.
પોલીસે નલીયાની ભારત ગેસ એજન્સીના સંચાલક શાંતિલાલ સોલંકી (દરજી) ઉપરાંત નલીયાનાં બબાભાઇ ઠક્કર, વિપુલ ઠક્કર, અતુલ ઠક્કર, નખત્રાણાના અશ્વિન ઠક્કર, ગાંધીધામના ગોવિંદભાઇ, આદિપુરના વસંતભાઇ ઉપરાંત એક અપંગ વ્યકિત એમ ૧૦ જેટલા લોકો વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોંધાઇ છે.
પીડિતાએ મુંબઇના નાલાસોપારાની હોટેલમાં ઝેર પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો ત્યારે આ ઘટના પ્રકાશમાં આવી હતી. તે સમયે મુંબઇમાં કોર્ટના ન્યાયાધીશ સમક્ષ કલમ ૧૬૪ હેઠળ આ યુવતીએ નિવેદન આપીને પોતે બ્લેકમેઇલીંગ દ્વારા સામૂહિક બળાત્કાર અને જાતીય શોષણનો ભોગ બની હોવાનું નિવેદન આપ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -