નડિયાદઃ સુપરવાઈઝરે વિદ્યાર્થીઓની હાજરીમાં શિક્ષિકાનો હાથ પકડી કહ્યું, એકલામાં મળજે ને પછી
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનિખીલ ડાભીના હસ્તક અગાઉ કાણીયેલ પે સેન્ટર શાળા આવતી હતી. જોકે હવે તેમની બદલી અન્યત્ર સી.આર.સી. તરીકે થઇ હોવા છતાં તેઓ પોતાના અંગે કામના અથવા સરકારી કામના બહાને આવ્યા હતા અને શિક્ષિકાની છેડતી કરી હતી.
વિદ્યાર્થીઓની સામે આવું વર્તન કરતાં ફિટકા વરસ્યો છે. નોંધનીય છે કે, આ મામલે પોલીસના સંપર્ક કરતાં આ લંપટ સીઆરસીની શોધખોળ શરૂ કરી દેવાઇ હોવાનું જવાવ્યું હતું. જોકે, આ શિક્ષકે અગાઉ કોઇ શિક્ષિકા સાથે ગેર વર્તન કર્યુ છે કે, કેમ ઉપરાંત તે ક્યાં કામોસર શાળામાં આવતો હતો તેમજ તેની ક્યારે આ શાળામાંથી અન્યત્ર સ્થળે સીઆરસી તરીકેની બદલી ક્યારે થઇ તે સહિતની વિગત જાણી શકશે.
ઘટનાથી હેબતાઇ ગયેલ શિક્ષિકાએ સઘળી હકીકત પોતાના પરિવારજનોને જણાવતા, શનિવારના આજરોજ છેડતી કરનાર નિખીલ ડાભી વિરૂધ્ધ કઠલાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. હાલમાં આ મામલાની વધુ તપાસ કઠલાલના સિનીયર પોલીસ સબ ઇન્સપેક્ટર એમ.આર.બારોટ કરી રહ્યા છે. તો આવા લંપટોના લીધે શિક્ષિકાઓની ગરિમા લજવાઇ રહી હોવાની ચર્ચાઓ જાગી છે.
માહિતી પ્રમાણે, કઠલાલ તાલુકાના કાણીયેલ પે સેન્ટર શાળામાં છેલ્લા સાતેક વર્ષથી ફરજ બજાવતા 42 વર્ષિય શિક્ષિકા ગતરોજ ધોરણ 8નો તાસ લઇ રહ્યા હતા, તે સમયે નિખીલ દલપતભાઇ ડાભી (રહે. અરાલ) વર્ગખંડમાં ધસી આવ્યા હતા, અને વિદ્યાર્થીઓને હાજરીમાં જ શિક્ષિકાનો હાથ પકડી લીધો હતો અને કહ્યું કે, તું એકાંતમાં મળજે. શિક્ષિકાએ ના પાડી તો સુપરવાઇઝરે જીવથી મારી નાંખવાની ધમકી આપી હતી.
નડિયાદઃ કઠલાલ તાલુકાની કણીયેલ પે સેન્ટર શાળામાં એક અશોભનીય ઘટના બની છે. સુપરવાઇઝરે શાળામાં ચાલું તાસે શિક્ષિકાનો હાથ પકડીને અભદ્ર વર્તન કરતાં એકલામાં મળવાનું કહેતા બબાલ થઇ હતી. આ મામલે શિક્ષિકાએ કઠલાલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીને કાયદેસરના પગલા ભર્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -