અમદાવાદઃ ટ્રાફિક પોલીસે નિયમનો ભંગ કરનારા સીઆઈડી ક્રાઈમના ક્યા PSIને રસ્તા પર ઉભા રાખી ફટકાર્યો દંડ? જાણો વિગત
જો કે ઝાલાએ આ વાતને ખેલદિલીથી લઈને તરત દંડ ભરી દીધો હતો. તેમણે દંડ ભર્યા પછી કહ્યું કે, ટ્રાફિક પોલીસ નિયમોનું પાલન કરાવે છે એ સારું છે. મેં પણ ટ્રાફિકના નિયમનો ભંગ કર્યો હતો તેથી મારે પણ દંડ ભરવો પડ્યો છે. આ રીતે લોકોમાં એક સારો મેસેજ જશે.
અમદાવાદ પોલીસે શનિવારે ટ્રાફિક નિયમોના પાલન માટે હાથ ધરેલી ઝુંબેશ અંતર્ગત સીઆઇડી ક્રાઇમના પીએસઆઇ એમ.બી ઝાલાને દંડ ફટકાર્યો હતો. સીઆઇડી ક્રાઇમના પીએસઆઇ એમ.બી ઝાલા વર્દીમાં પોતાની કારમાં નિકળ્યા હતા પણ તેમણે સીટ બેલ્ટ નહોતો પહેર્યો તેથી તેમને પણ ટ્રાફિક પોલીસે દંડ ફટકાર્યો હતો.
અમદાવાદઃ ગુજરાતમાં પોલીસે ટ્રાફિક નિયમનના મામલે કડક વલણ અપનાવીને ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા લોકોને દંડ ફટકારવાની ઝુંબેશ શરૂ કરી છે. અમદાવાદમાં આ ઝુંબેશમાં પોલીસે સરકારી વાહનો અને પોલીસને પણ છોડ્યા નથી. પોલીસને પણ દંડ ફટકારીને ટ્રાફિક પોલીસે એક દાખલો બેસાડ્યો છે.