ઘોર કળિયુગઃ પાટણમાં સગા દીકરાએ માતાને હવસનો શિકાર બનાવીને બળાત્કાર ગુજાર્યો, પોર્ન મૂવીને રવાડે ચડેલો, જાણો વિગત
પોલીસે જણાવ્યું કે, હવસખોર દીકરાએ તેની માતા પાસે ગુરુવારે સવારે પણ અશ્લીલ માંગણી કરી હતી. મહિલાએ ફરિયાદમાં પણ જણાવ્યું છે કે, તેનો દીકરો અગાઉ અવારનવાર અશ્લીલ માંગણી કરતો હતો. તેમની દીકરીની હાજરીમાં જ ટીવી ઉપર પોર્ન મૂવી જોતો હતો, તેથી દીકરીને પડોશમાં રહેતા પરિવારના ઘરે રાખતા હતા.
પાટણ: સંબંધોને શર્મસાર કરતી એક ઘટનામાં ગુરુવારે રાત્રે હવસમાં આંધળા બની ગયેલા પુત્રે અધમતાની તમામ હદ વટાવીને સગી માતાને હવસનો શિકાર બનાવીને બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટના અંગે માતાએ પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે તિરૂપતિ બજાર પાસેથી આરોપી કપૂતને ઝડપી સળિયા પાછળ ધકેલી દીધો હતો.
આ યુવક તેના પરિવાર સભ્યો સાથે રોજ ઝઘડા કરતો હતો. દિવસે લોકો છોડાવતા હતા પણ રાતે સૌ સૂઇ ગયા હોય ત્યારે દારૂ પીને આવતો અને ધમાલ કરતો. આ કારણે મહિલાએ બૂમો પાડી છતાં કોઇ ગયું નહીં. આરોપીના મોટાભાઇએ પણ કહ્યું કે, તેનો મારી સાથેનો વ્યવહાર પણ સારો ન હતો અને સતત ઝઘડતો હતો.
આ યુવકની ઉંમર 22 વર્ષ છે. આ યુવક મોબાઇલની દુકાનમાં નોકરી કરતાં કરતાં ઇન્ટરનેટ પર પોર્ન મૂવી જોતો અને તેના કારણે માનસિક વિકૃતિનો ભોગ બની ગયો હતો. આરોપીને પોલીસ સ્ટેશનમાંથી લઇ જતી વખતે તેના કૃત્ય વિશે મીડિયાએ સવાલ કરતાં તેણે કૃત્ય કર્યાના હકારમાં માથું હલાવ્યું અને કહ્યું, બસ પાપ થઇ ગયું.
ગભરાઇ ગયેલી મહિલા આઘાતગ્રસ્ત અવસ્થામાં સવાર સુધી ઘર આગળ બેસી રહી હતી. સવારે પતિને હકીકત જણાવતાં તેમના મોટા દીકરાને અમદાવાદથી બોલાવી શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં દુષ્કર્મી પુત્ર (22) સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મહિલા અને આરોપીને મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા.
આ બધાથી કંટાળીને મહિલાએ તેમની દીકરી અને મોટા દીકરાની વહુને રાત્રે 11 વાગે તેમના ભાઇના ઘરે મોકલી આપ્યા હતા. તેના પતિ ઘરની બહાર સૂતા હતો. રાત્રે એકાદ વાગ્યે મહિલા ઘરમાં પાણી પીવા ગઇ ત્યારે તેના દીકરાએ ઘરનું બારણું બંધ કરીને માતાને હવસનો શિકાર બનાવીને દુષ્કર્મ આચર્યું હતું.
આ ઘટનાની વિગત એવી છે કે, પાટણ શહેરના એક વિસ્તારમાં રહેતી 46 વર્ષિય મહિલા મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત ગુરુવારે સવારે નાનો દીકરો ઘરે ઝઘડો કરીને કામે ગયો હતો અને મહિલા મજૂરીએ ગઇ હતી. સાંજે તેણી પરત આવતાં દીકરો તોડફોડ કરી ધમપછાડા કરવા લાગ્યો હતો.