ઉમરગામમાં 8 કલાકમાં 6 ઈંચ વરસાદ, ટીંભી ગામનું તળાવ ઓવરફ્લો થતાં ઘરોમાં પાણી ઘૂસ્યા, આવા છે દ્રશ્યો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારે વરસાદના કારણે ડાંગ જિલ્લાના ધોધ વહેતા થઈ ગયા છે. 16 જેટલા કોઝ-વે પર પાણી ફરી વળ્યા હતાં. સવા 10 ઈંચ જેટલા વરસાદને લીધે સોનગઢ ટાઉન પાણી-પાણી થઈ ગયું હતું.
સોનગઢ નગરની હાલત કફોડી બની ગઈ છે. સોનગઢના નીચાણવાળા વિસ્તારના રસ્તા ઉપર જાણે તોફાની નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતાં. ડાંગમાં અંબિકા નદીમાં ધોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે.
તાપી જિલ્લામાં સોનગઢ અને તેની આસપાસના વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં 10 ઈંચથી વધારે વરસાદ વરસ્યો હતો. શનિવારે મળસ્કે 4થી 6 કલાકમાં આભ ફાટ્યું હોય તેમ 8 ઇંચ વરસાદ ખાબક્યો હતો.
ગુજરાતનાં બીજા તમામ વિસ્તારોને તરસતા રાખીને મેઘરાજાએ દક્ષિણ ગુજરાતમાં શનિવારે મન મુકીને વરસ્યા હતો. સોનગઢ, વ્યારામાં આભ ફાટ્યું હોય એમ 10 ઈંચ જેટલો વરસાદ ખાબકતાં ચોમેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
સુરતઃ દક્ષિણ ગુજરાતમાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે વલસાડ જિલ્લામાં ભારે વરસાદના પગલે ઠેર-ઠેર પાણી ફરી વળ્યાં છે. ઉમરગામમાં છેલ્લા આઠ કલાકમાં 6 ઈંચ જેટલો વરસાદ ખાબકતા ટીંભી ગામનું તળાવ ઓવરફ્લો થઈ ગયું છે. જેથી તળાવનું પાણી ગામમાં ઘુસી ગયું છે અને ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા છે. આ ઉપરાંત લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -