મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: તળાવ ફાટતાં અંકલેશ્વરની સોસાયટીઓ પાણીથી તરબોળ, જુઓ આ રહી તસવીરો
પાલિકા દ્વારા સંબંધિત વિભાગને જાણ કરી પારો રીપેર કરવા તેમજ પાણી ગરક વિસ્તારો પાણી પમ્પીંગ કરવા તજવીજ યુદ્ધના ધોરણે આરંભી હતી. ઢેડીયા તળાવ સામે આવેલા શક્તિનગર, સેફરોન શાંતનુ પાર્ક રોડ, રામકુંડ રોડ, પાર્શ્વનગર, યોગેશ્વરનગર, સહિતનાં વિસ્તારોમાં પાણી ફળી વળ્યાં હતા.
અંકલેશ્વરમાં આવેલું ઢેડીયા તળાવ ફાટતાં આસપાસની સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા હતા અને અંકલેશ્વર-હાંસોટ રોડ પાણી ગરક થયો હતો. આમલખાડી પર આંબોલી સી.આઈ.એસ.એફ કેમ્પ પાસે અને કડકીયા કોલજ નજીક પાળો તૂટી જતાં ધસમસતા પાણીએ ઢેડીયા તળાવને ઓવરફ્લો કરી દીધું હતો.
અંકલેશ્વરનું ઢેડીયા તળાવ ફાટતા આસપાસની સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા હતા. માત્ર સાડા પાંચ ઈંચ વરસાદમાં અંકલેશ્વરમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી.
અંકલેશ્વરઃ છેલ્લા કેટલાંક દિવસથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવી રહ્યા છે. જેમાં ગીરગઢડા, ઉના, વલસાડ સહિતના વિસ્તારો જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી છે. ત્યારે સોમવારે ખાબકેલા ભારે વરસાદને કારણે ભરૂચ જિલ્લાનું અંકલેશ્વર પાણીમાં જ પાણી જોવા મળ્યું હતું.