ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યારે પડશે ધોધમાર વરસાદ
અમદાવાદઃ ગુજરાતભરમાં ભાદરવાને ભરપૂર બનાવવા મેઘરાજાએ પુનઃ પધરામણી કરી છે. રવિવાર સુધીમાં ૧૩૦ તાલુકામાં ભારે ઝાપટાથી લઈને ચાર ઈંચ વરસાદ પડ્યો હતો, જેમાં ભરૂચના વાગરામાં ૪ ઈંચ, સુરતના માંગરોળમાં ૪ ઈંચ, નેત્રંગમાં ૩ ઈંચ, નવસારી, ભરૂચ, લીમખેડામાં અઢી ઈંચ તેમજ ખંભાત, પેટલાદ વડોદરા ચોર્યાસી, જલાલપોર સહિતના વિસ્તારોમાં બે ઈંચ વરસાદ પડ્યો હતો. અમદાવાદ-અરબી સમુદ્રમાં સર્જાયેલા હવાના હળવા દબાણને પગલે વરસાદી સીસ્ટમ સર્જાઈ છે. ગુજરાતમાં આગામી 31 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. જેને પગલે ગુજરાત સરકારે તંત્ર એલર્ટ કરી દીધું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅરબી સમુદ્રમાં એક નવી સીસ્ટમ સર્જાવાના કારણે જેના છેલ્લા બે દિવસથી રાજ્યના કેટલાક ભોગોમાં વરસાદ વરસી રહ્યો છે. તો અમદાવાદમાં પણ વરસાદી ઝાપટા પડી રહ્યા છે. ત્યારે હાલ ગુજરાત પર ચોમાસાના વાદળ મંડાયા છે. તો અરબી સમુદ્રમાં વરસાદ લાવે તેવી સીસ્ટમ સક્રીય થઈ છે. આ સીસ્ટમના કારણે આવનારા ચાર દિવસ એટલે કે 31 ઓગસ્ટ સુધી દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.
દરમિયાન ગુજરાતમાં સીઝનનો સરેરાશ ૯૧.૯૪ ટકા વરસાદ પડી ગયો છે. ત્યારે હવામાન વિભાગે હજુ ૩ થી ૫ દિવસ વરસાદ પડવાની આગાહી કરતાં આ વર્ષે સરેરાશ વરસાદ સદી વટાવી જાય તેવી શકયતા છે. પગલે તંત્રને એલર્ટ કરવામાં આવ્યુ છે. કલેકટર તેમજ મામલતદારોને હેડ કવાર્ટર નહિં છોડવાની સુચના આપવામાં આવી છે.
અમદાવાદમાં પણ ગઈકાલે લાંબા વિરામ બાદ રવિવારે મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. સાંજે વરસાદ ખાબકયો હતો. બીજી તરફ વાસણા બેરેજના બે દરવાજા ખોલવામાં આવ્યા હતા. શહેર અને જીલ્લામાં ગઈકાલે વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો. તેમજ આકાશમાં વાદળ છવાયા હતા. દરમિયાન સાંજના સમયે શહેરમાં વરસાદ વરસતા રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા. શહેરના નારણપુરા, ઘાટલોડીયા, નવરંગપુરા, મેમનગર, આંબાવાડી સહિતના વિસ્તારોમાં પાણી પડ્યુ હતું.
પશ્ચિમ બંગાળના અખાતમાં નવા સાયકલોનીક સરકયુલેશનની અસર સર્જાતા આજથી બુધવાર સુધી સારા વરસાદની આગાહી થઈ છે. આ સિસ્ટમ્સ ગુજરાત- મહારાષ્ટ્ર - મધ્યપ્રદેશ તરફ આગળ વધી છે. જેના લીધે હળવો-મધ્યમથી માંડીને કેટલાક સ્થળે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. દરમિયાન મહારાષ્ટ્રના દુષ્કાળની ઘેરી અસરવાળા વિદર્ભના સંખ્યાબંધ વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો છે. આ પછી ૧૦ સપ્ટેમ્બર સુધી વરસાદ ખેંચાઈ જશે તેવી આગાહી થઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -