જાન લઈને જઈ રહેલ ટ્રક પુલ પરથી નીચે ખાબકતાં 20થી વધુનાં મોત, તસવીરો જોઈને હચમચી જશો
ટ્રક પુલ પરથી નીચે ખાબકતાં જ 20 લોકોનાં મોત નિપજ્યાં હતાં જ્યારે અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ટ્રક નીચે ખાબકતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. જ્યારે પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તમામ ઘાયલ લોકોને ભાવનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
વહેલી સવારે ભાવનગર-રાજકોટ હાઈવે પર ટ્રક જાન લઈને પસાર થઈ રહ્યો હતો. જેમાં 60 જેટલા લોકો સવાર હતાં. જોકે કોઈ કારણોસર રંધોળા પાસે આવેલા પુલ પરથી જાન લઈને જઈ રહેલ ટ્રક પુલ પરથી નીચે ખાબકી હતી. જેમાં 20થી વધુ લોકોનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતાં. જ્યારે અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ટ્રક પુલ પરથી નીચે ખાબકતાં જ લોકોએ બચાવો બચાવોની બૂમાબૂમ કરી મૂકી હતી.
ભાવનગર: વહેલી સવારે ભાવનગર-રાજકોટ હાઈવે પાસેના રંધોળા પાસે જાન લઈને જઈ રહેલ ટ્રક પુલ પરથી નીચે ખાબકી હતી. ટ્રક પુલ પરથી નીકે ખાબકતાં 20થી વધુ લોકોનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં છે. જ્યારે 30થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ટ્રકમાં 60 લોકો સવાર હતા.