ભાવનગર: અંધશ્રદ્ધાના વહેમમાં માતાએ પાંચ બાળકો સાથે કૂવામાં ઝંપલાવ્યું, 4ના મોત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવધુમાં જણાવ્યું કે, હું આંખ બંધ કરૂ ત્યારે ભૂત દેખાતા, ભૂત કહે તે હું સાભળું, ભૂતના માથા દેખાતા અને બધે ભડકા જોવા મળતા હતા. જેનાથી કંટાળી જીવન ટૂંકાવી લેવાનો નિર્ણય લીધો હતો.પોતાના મૃત્યુ બાદ બાળકોનું શું થશે તેવા વિચારમાં તેણે બધાને મોતને ઘાટ ઉતારીને પોતે પણ આપઘાત કરી લેવાનું નક્કી કર્યું હતું.
ઘટનાની જાણ થતા જ પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ફાયબ્રિગેડના જવાનોએ ત્રણ પુત્ર અને એક પુત્રીનો મૃતદેહ બહાર કાઢ્યો હતો અને માતા અને મોટી પુત્રીને બચાવી લીધી હતી. સામુહિક આપઘાતનો બનાવ સામે આવતા જ પોલીસ અને મામલતદાર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા.
બચી ગયેલી માતાએ જણાવ્યું હતું કે, આર્થિક ભીંસથી અને પોતાને ભૂતપ્રેત દેખાતા હોવાથી કંટાળીને તેણે આ પગલું ભર્યુ હતું. તેઓ ખેડૂત સાથે ભાગમાં વાડી રાખીને ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. બે વર્ષથી કોઇ ઉપજ પણ આવી નથી. પોતાને આંખે ઓછું દેખાતું હોવાથી બાળકોનું પણ ધ્યાન રાખી શકતા ન હતા. એટલું જ નહીં તેણે કહ્યું તે આંખ બંધ કરતા ત્યારે તેને ભૂતપ્રેત દેખાતા. છેલ્લા બે વર્ષથી મારી સાથે આવું બની રહ્યું હતું.
સોમવારે સાંજે પોતાના પતિને નોરતા જોવાનું કહીને નીકળી હતી. મોડી રાત્રે મહિલાએ ગામની સીમમાં આવેલા કૂવામાં એક પછી એક પોતાનાં બાળકોને ફેંકી દીધા હતા અને અંતમાં પોતે પણ કૂવામાં ઝંપલાવી દીધું હતું. આ અંગેની જાણ આસપાસના લોકોને થતા દોડી આવ્યા હતા.
ભાવનગર: તળાજા તાલુકાના પાંચ પીપળા ગામે સોમવારે હૈયું કંપાવી દે તેવી ઘટના બની હતી. અંધશ્રદ્ધાના વહેમમાં જનેતાએ પોતાના પાંચ સંતાનો સાથે કૂવામાં ઝંપાલી દીધું હતું. જેમાં ચાર બાળકોના મોત થયા છે અને માતા અને મોટી પુત્રીનો બચાવ થયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -