ઘોઘંબાઃ નર્સિંગની વિદ્યાર્થિનીઓની ગાડીને નડ્યો અકસ્માત, 6ના મોત, જાણો કેવી રીતે થયો અકસ્માત?
રવિવારે વહેલી સવારે રૂપારેલ ગામના એસ આકારના વળાંક ઉપર તુફાન કારના ચાલકે કાર ઝાડ સાથે અથડાવી દેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં ઘટના સ્થળે જ પાંચ વિદ્યાર્થિનીના કરૂણ મોત થયા હતા. એક વિધાર્થિનીનું વડોદરા ખાતે સારવાર દરમિયાન મોત થયું હતું.
હાલોલઃ ઝાલોદની નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી નર્સિંગની વિદ્યાર્થિનીઓની તુફાન કારને ઘોઘંબાના રૂપારેલ ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં છ વિદ્યાર્થિનીઓના મોત થયા છે, જ્યારે 13ને ઇજા થઈ છે. ઘાયલોને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના વહેલી સવારે બની હતી.
ઇજાગ્રસ્તોની યાદી મેધલીબેન રાવજીભાઇગણાવા ઉ.45 લખનભાઇઉ.35 સીતાબેન કનુભાઇઉ.18 રોશનીબેન મનુભાઇ પીઠાયાઉ.18 મંજુલાબેન હઠીલા ઉ.29 પુર્વીબેન એમ.સોલંકી ઉ.18 ચૌધરી પુજાબેન ડી ઉ.18 રેખાબેન ટીબલવાળ ઉ.26 સુરેશભાઇ નીનામા ઉ.32 ટ્વીન્કલબેન રાઠોડ ઉ.19 રણજીતસિંહ રૂપસિંહ ઉ.29 સોનલબેન ડામોર ઉ.19 ચૌહાણ ભલાભાઇ કાળુભાઇ ઉ.40
મૃતકો યાદી જીગ્નાબેન ભલાભાઇ ચૌહાણ ઉ.વ.22 વજેલાવતા.ગરબાડા સુનયનાબેન મુકેશકુમાર સોલંકીઉ.17 કોડીવાળાતા.ઝાલોદ સોનલબેન ભાવસીંગભાઇ પારગી ઉ.17 રૂપાખેડાતા.ઝાલોદ પ્રિયંકાબેન ભલાભાઇ પારગી ઉ.18 રૂપાખેડાતા.ઝાલોદ સુમનબેન કમલેશભાઇ ડામોર ઉ.18 ડુંગરીતા.ઝાલોદ શીતલબેન બાબુભાઇ બારીયાઉ.20 ખરેડીતા.દાહોદ (વડોદરા સારવાર દરમ્યાન મોત)
અકસ્માતમાં પાંચ વિદ્યાર્થિનીઓના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા. જ્યારે 13 ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પીટલ ખાતે લવાયા હતા. જ્યાંથી 3 ને વધુ સારવાર અર્થે વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જે પૈકીની એક વિદ્યાર્થિનીનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતું. ઘટનાની જાણ થતા વિધાર્થીનીઓના પરિજનો ગોધરા ખાતે દોડી આવ્યા હતા.
ઝાલોદ ગામની નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી બહેનો ડીગ્રી સર્ટીફીકેટ લેવા માટે તુફાન ગાડી ભાડે કરીને બારડોલી ગયા હતા. તેઓ બારડોલીથી પરત આવતા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. વહેલી સવારે અકસ્માત સર્જાતા વિદ્યાર્થિનીઓ દ્વારા બુમાબુમ કરાતા ગામના લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તો તથામૃતકોને બહાર કાઢી તમામને ખાનગી વાહન તથા 108 દ્વારા ગોધરા સિવિલ ખસેડવાની વ્યવસ્થા કરાઇ હતી.