'મેં અઠવાડિયા પહેલા જ સુસાઇડ કરવાનો કર્યો હતો પ્રયાસ', નલિયા સેક્સકાંડની પીડિતાએ વર્ણવી વ્યથા
પીડિતાએ જણાવ્યું કે, આરોપીઓએ 35-40 નહીં પરંતુ 45 જેટલી યુવતીઓને પોતાની હવસનો ભોગ બનાવી છે. સૂત્રોના કહેવા પ્રમાણે, શાંતિલાલ સોલંકીની આ ગેંગે છેલ્લા 12 મહિનામાં આ યુવતીઓ પર રેપ ગુજાર્યો છે તેની જો અલગ અલગ ફરિયાદ નોંધાય તો મોટુ સેક્સ રેકેટ બહાર આવે તેવી સંભાવના છે.
શાંતિલાલ સોલંકીએ રૂપારેલ નામના વ્યક્તિને વચ્ચે રાખીને રૂા. 50 લાખની પણ ઓફર કરાવી હતી. પીડિતાએ કહ્યું કે, આ સમગ્ર રેકેટનો મુખ્ય સૂત્રધાર ભુજના લોહાણા ભવનમાં રસોડું ચલાવતો અતુલ ઠક્કર છે જે 45 યુવતીઓને સેક્સ રેકેટમાં ફસાવી રોજના 3 લાખ રૂપિયા કમાય છે. હોટેલ કે ફાર્મ હાઉસમાં એક વખત, એક છોકરીને મોકલવાના અતુલ રૂા. 17000 લેતો હતો.
પીડિતાએ કહ્યું કે, જોકે, તે સમયે મારા પતિએ મને બચાવી લીધી હતી. પીડિતાએ વધુમાં જણાવ્યું હતું કે, આરોપીઓએ ભરત વશીવાળા નામના વ્યક્તિ મારફતે મને મોંઢુ બંધ રાખવા માટે એક કરોડ આપવાની પણ તૈયારી બતાવી હતી. આ માટે ભરત વાશીવાળાએ કોઠારા ગામે મારી માતાનો સંપર્ક કર્યો હતો અને કહ્યું હતું કે, તમે પૈસા લઇને કેસને પૂરો કરો નહીં તો અ પોલીસને રૂપિયા આપીને કેસ રફેદફે કરી દઇશું.
સ્થાનિક અખબાર સાથેની વાતમાં પીડિતાએ જણાવ્યું કે, તેણે અગાઉ મુંબઇમાં બે વખત સુસાઇડનો પ્રયાસ કર્યો હતો પરંતુ હું બચી ગઇ હતી. આરોપીઓ પકડાતા નથી અને તેનાથી હતાશ થઇને મેં ગરમ લોઢાને મારા હાથની નસ પર ચાંપી સુસાઇડ કરવાનો પ્રયાસ કર્યો હતો.
નલિયાઃ મેં એક અઠવાડીયા પહેલા જ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, આ શબ્દો છે નલિયા સેક્સકાંડની પીડિતાના. એક સ્થાનિક ન્યૂઝપેપર સાથેની વાતચીતમાં પીડિતાએ ખુલાસો કર્યો હતો કે તે આરોપીની ધમકીથી માનસિક રીતે ભાંગી પડી છે અને તેણે એક સપ્તાહ અગાઉ જ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.