હળવદની અથડામણમાં ઘાયલ ભરવાડ આધેડનું મોત, માલધારીઓનાં ટોળાં ઉમટતાં માહોલ તંગ, મૃતદેહ સ્વીકારવા પરિવારનો ઈન્કાર
જો કે ભરવાડ આધેડના પરિવારજનોએ ન્યાયની માંગણી સાથે લાશ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. બીજી તરફ ભરવાડ સમાજનાં લોકોનાં ટોળે ટોળાં ઉમટી પડતાં પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો. સિવિલ હોસ્પિટલમાં પોલીસ ખડકી દેવાતાં સિવિલ હોસ્પિટલ પ્રાંગણ પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોલીસ અધિકારીઓએ પરિવારજનો અને સમાજના આગેવાનોને સમજાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જો કે મોડી રાત સુધી સમાજના આગેવાનો લાશ સ્વીકારવા તૈયાર થયા ન હતા. પોલીસ કમિશનર એ.કે.સિંઘે જણાવ્યું કે પોલીસ દ્વારા સમાજના આગેવાનો સાથે બેઠક યોજીને સમજાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.
રવિવારે સવારે તેમનું સારવાર દરમિયાન મોત થતાં અમદાવાદ તથા આસપાસના વિસ્તારના માલધારી સમાજના લોકો સિવિલમાં ઉમટી પડયા હતા અને ન્યાય ના મળે ત્યાં સુધી મૃતકની લાશ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. આ બનાવને પગલે મોટી સંખ્યામાં પોલીસ કાફલો સિવિલમાં ખડકી દેવાયો હતો.
આ અથડામણમાં પાંચ વ્યક્તિને ગંભીર ઇજાઓ થઇ હતી. બેકાબુ ટોળાએ ૩૦થી વધુ વાહનોને આગ ચાંપી દીધી હતી. પોલીસે ટોળાને કાબું લેવા લાઠીચાર્જ કરીને ટિયરગેસના સેલ છોડયા હતા. આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ ખેતાભાઇ ભરવાડને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલમાં દાખલ કર્યા હતા.
ધાંગધ્રા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ઇન્દ્રકુમારસિંહ ઝાલાની ૮ જુલાઇના રોજ હત્યા થઇ હતી. તે પછી ગુરુવારે તેમના બેસણામાં જઇ રહેલા કેટલાક લોકો પર હળવદ ધાંગધ્રા હાઇવે પર પથ્થરમારો થયો હતો. ત્યારબાદ જૂથ અથડામણ થતાં અંધાધૂધ ગોળીબાર થયા હતા. જેમાં બે વ્યક્તિના ગોળી વાગતાં મોત થયું હતુ.
અમદાવાદઃ ધાંગધ્રા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ઈન્દ્રસિંહની હત્યા મામલે હળવદમાં દરબારો અને ભરવાડ સમાજના લોકો વચ્ચે જૂથ અથડામણ થઇ હતી. આ અથડામણમાં ઘાયલ થયેલા ભરવાડ સમાજના આધેડનું આજે અમદાવાદ સિવિલમાં વધુ એક મોત થયું હતું. આમ આ અથડામણમાં મૃત્યુઆંક ત્રણ પર પહોંચ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -