શંકરસિંહ બાપુ ધારે તો પણ આ કાનૂની જોગવાઈના કારણે રાજ્યસભામાં અહમદ પટેલને ના હરાવી શકે, જાણો વિગત
જોકે અહેમદ પટેલના ગ્રુપના નેતાઓનું માનવું છે કે આ પ્રકારની કોઈ મુશ્કેલી નહીં પડે. કોંગ્રેસના એક નેતાએ જણાવ્યું કે, સેક્શન59- ધ રિપ્રેઝન્ટેશન પીપલ એક્ટ, 1951 અને ઇલેક્શન રૂલ 39(A)(A) અનુસાર આ ચૂંટણીમાં બેલેટ પેપર દ્વારા મત આપવામાં આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ચૂંટણીમાં વોટ ઓપન બેલેટ પેપર પર આપવામાં આવે છે. આ કાયદા હેઠળ ચૂંટણી અધિકારી ધારાસભ્યના વોટ તપાસવાનો અધિકાર છે અને જો કોઈ ધારાસભ્ય પક્ષ વિરૂદ્ધ મત આપે તો તેને ઝીરો ગણવામાં આવે છે અથવા રદ કરવામાં આવે છે. જેથી પક્ષ વિરૂદ્ધ કોઈપણ મત આપવાનો પ્રયત્ન કરે તો તે તેમાં સફળ ન રહે. આમ અહેમદ પટેલ માટે પણ આ સીટ જીતવી એટલી મુશ્કેલ નહીં થાય.
શંકરસિંહ વાઘેલા દ્વારા કોંગ્રેસમાં રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસ માટે મુશ્કેલી વધી શકે છે. અહેમદ પટેલને ટાર્ગેટ કરીને શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. મીડિયા અહેવાલ અનુસાર શંકરસિંગ સાથે કોંગ્રેસના 57માંથી 15 ધારાસભ્ય આગામી રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરી શકે છે જેના કારણે અહેમદ પટેલને આ સીટ જીતવી મુશ્કેલી થઈ શકે એમ છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં આગામી 8 ઓગસ્ટના રોજ રાજ્યસભાની ત્રણ સીટ માટે મતદાન થશે. આ ત્રણ સીટ પર હાલમાં ભાજપના બે સભ્યો સ્મૃતિ ઈરાની અને દિલીપ પંડ્યા અને ત્રીજા સીટ પર કોંગ્રેસના અહેમદ પટેલ સાંસદ છે. જોકે આ વખતે અહેમદ પટેલ માટે આ સીટ પર જીતવું એટલું સહેલું નહીં હોય.
- - - - - - - - - Advertisement - - - - - - - - -