ગુજરાતમાં ક્યા દસ અધિકારીને મળી સંયુક્ત સચિવ કક્ષાએ બઢતી? જાણો વિગત
આ ઉપરાંત વિદેશમાં એક વર્ષની તાલીમ લઈ પરત ફરેલા આઈએએસ કેડરના અધિકારી શ્રી જયપ્રકાશ શિવહરેની સરકારે ધોલેરા, માંડલ અને બેચરાજી સ્પેશ્યલ ઈન્વેસ્ટમેન્ટ રીજીયનમાં સ્પેશ્યલ પ્રોજેકટના ચીફએકઝીકયુટીવ ઓફિસર તરીકે નિમણૂક કરી છે. તેઓ અગાઉ સૌરાષ્ટ્રમાં રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી અને ભાવનગર મ્યુનિસિપલ કમિશ્નર તરીકે ચૂકયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસંયુકત સચિવ તરીકે બઢતી મેળવનારા અધિકારીઓમાં શહેરી વિકાસ વિભાગના શ્રીમતિ સ્મિતા શાહ, પાણી પુરવઠા મંત્રીના અંગત સચિવ ડી.આર. પટેલ, કાયદા પંચના ડી.આર. ત્રિવેદી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના આઈ.એમ. કુરેશી, ગુજરાત જાહેર સેવા આયોગના કે.ડી. સુથાર, ઉદ્યોગ અને ખાણ વિભાગના બી.એસ. મહેતા, સામાન્ય વહીવટ વિભાગના (ચૂંટણી પંચના સંયુકત નિર્વાચન અધિકારી) જે.બી. દ્વિવેદી, ગૃહમંત્રીના અંગત સચિવ એમ.વી.પટેલ, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના શ્રીમતિ એચ.એન. મેજીયાતર અને યુવક સેવા સાંસ્કૃતિક વિભાગના ડી.એન. એરડાનો સમાવેશ થાય છે.
ગાંધીનગર: ગુજરાત સરકારે સચિવાલય કેડરના નાયબ સચિવ કક્ષાના ૧૦ અધિકારીઓને સંયુકત સચિવ કક્ષાએ બઢતી આપી હાલ જે-તે જગ્યાએ યથાવત રાખ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -