કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ પણ ના લીધા શપથ? કોણ છે આ 3 ધારાસભ્યો? હવે શું થશે તેમનું?
મંગળવારે યોજાયેલ ધારાસભ્યોની શપથવિધિમાં કોંગ્રેસમાંથી ગ્યાસુદ્દીન શેખ, અશ્વિન કોટવાલ અને મહેશ પટેલે શપથ લીધા ન હતા. ભાજપના ત્રણ અને કોંગ્રેસના ત્રણ એમ છ ધારાસભ્યો ગમે ત્યારે વિધાનસભાના અધ્યક્ષ પાસે જઈને શપથ લઈ શકે છે.
16 જાન્યુઆરીએ ડો. નીમા આચાર્ચને પ્રોટેમ સ્પીકર નીમાયા હતા. વિધાનસભાના કાયમી અધ્યક્ષની વરણી ન થાય ત્યાં સુધી ડો. નીમાબહેન વિધાનસભાના પ્રોટેમ સ્પીકર રહેશે. રાજ્યપાલ ઓ.પી. કોહલીએ એક જાહેરનામા દ્વારા આ વરણી કરી હતી. ત્યારે પ્રોટેમ સ્પીકર આચાર્ય ચૂંટણી જીતેલા ધારાસભ્યોને શપથ લેવડાવ્યા હતા.
નવા ચૂંટાયેલા ધારાસભ્યો જ્યાં સુધી શપથ ગ્રહણ ના કરે ત્યાં સુધી નિયમ અંતર્ગત તેમના પગાર ભથ્થાં તેમજ સરકારી લાભો મળતાં નથી. ચૂંટણી જીતી લીધી હોવા છતાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોને મહિનાભરનો પગાર મળવાનો નથી. જેથી આજે શપથ લીધા બાદ ધારાસભ્યોને તમામ લાભો મળશે.
શપથ નહીં લેનારા ત્રીજા ધારાસભ્ય ભાજપના પરષોત્તમ સોલંકી છે. સોલંકીના ઘરે પ્રસંગ હોવાથી તેમણે શપથગ્રહણ કર્યા ન હતાં. ગુજરાતના ઈતિહાસમાં પ્રથમવાર એક મહિના લાંબા અંતરાલ બાદ ચૂંટાયેલા ધારાસભ્યોએ શપથ ગ્રહણ કર્યા છે. આ પહેલા ક્યારેય આવું થયું નથી. ઉલ્લેખનીય છે કે ભાજપ સિવાય કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ પણ શપથ લીધા ન હતા.
આજે શપથ નહીં લેનારા ધારાસભ્યોમાં ભાજપના વિભાવરીબેન દવે, જગદીશ પંચાલ અને પરષોત્તમ સોલંકીનો સમાવેશ થાય છે. આ ત્રણેય ધારાસભ્યો ગૃહની પહેલી બેઠકમાં ગેરહાજર રહ્યાં હતાં. મંત્રી વિભાવરીબેન દવે લંડન વિદેશ પ્રવાસે છે, જ્યારે જગદીશ પંચાલ આઉટ ઓફ સ્ટેસ છે તેથી તેમણે શપથ નહોતા લીધા.
સામાન્ય રીતે નવી વિધાનસભાના તમામ સભ્યો એક સાથે શપથ લેતા હોય છે પણ આ વખતે હાજર 176 ધારાસભ્યોને એક સાથે નહીં પરંતુ વારાફરતી એક-એક ધારાસભ્યને શપથ લેવડાવામાં આવ્યા હતા. નવી વિધાનસભામાં તમામ 182 ધારાસભ્યો ચૂંટાયેલા છે પણ તેમાંથી 3 ધારાસભ્યોએ આજે શપથ નહોતા લીધા.
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ જાહેર થયાના એક મહિના કરતાં પણ વધારે સમય પછી આજે સ્વર્ણિમ સંકુલ-1 ખાતે આવેલા સાબરમતી સભાગૃહ ખાતે નવા ધારાસભ્યોને પ્રોટેમ સ્પીકર ડો. નીમા આચાર્ચે શપથ લેવડાવ્યા હતા. આજે નવી વિધાનસભાના 182 સભ્યોમાંથી કુલ 176 સભ્યોએ શપથ લીધા હતા. જેમાં ભાજપના 3 અને કોંગ્રેસના 3 ધારાસભ્યોએ શપથ લીધા ન હતા.