‘પદ્માવત’ ફિલ્મ મુદ્દે ગુજરાત સળગ્યું: ભાજપના કયા નેતાએ ફિલ્મનો બહિષ્કાર કરવા કરી અપીલ
કરણી સેનાએ 17 રાજ્યના મુખ્યમંત્રીઓને રજૂઆત કરી હતી. આ સાથે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના પ્રમુખ અમિત શાહને પણ આ ફિલ્મ રીલીઝ ન થવા દેવા વિનંતી કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકલવીએ જણાવ્યું હતું કે તેમણે ક્યારેય ભણશાલીનું ફિલ્મ જોવા આવવાનું આમંત્રણ સ્વીકાર્યું નહતુ. આવી વાત લોકોને ગેરમાર્ગે દોરવા ફેલાવવામાં આવી છે.
સંજય લીલા ભણશાલી સ્પષ્ટતા કરી ચૂક્યા છે કે અલ્લાઉદ્દીન ખિલજી અને પદ્માવતી વચ્ચે કોઈ ડ્રીમ સિક્વન્સ નથી પરંતુ કલવી જણાવે છે કે આ સીન ડીલીટ કરવામાં નથી આવ્યો.
નીતિન પટેલે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે ફિલ્મ રીલીઝ કરવાની પરવાનગી આપી હોવાથી રાજ્યમાં તંગદિલી ઊભી થઈ છે. રાજ્ય સરકાર કાયદો અને વ્યવસ્થા જાળવવાની પૂરેપૂરી કોશિશ કરી રહી છે. ઘણાં થિયેટરોએ પણ સામેથી ફિલ્મ રીલીઝ ન કરવા જણાવ્યું છે. અમે લોકોને સ્વેચ્છાએ ફિલ્મનો બહિષ્કાર કરવાની અપીલ કરીએ છીએ.
અમદાવાદમાં 8 મલ્ટીપ્લેક્સ, મહેસાણા અને વિરમગામના થોડા થિયેટર્સ અને સુરતના કેટલાક સિનેમાઘરોએ સોમવારે જાહેર કર્યું હતું કે તેઓ આ ફિલ્મ રીલીઝ નહીં કરે.
આ ગાળામાં કરણી સેનાના ‘પદ્માવત’ ફિલ્મ સામે વિરોધના સંદર્ભે લોકેન્દ્ર કલવી ગુજરાતમાં હતા. રાજકોટમાં કલવીએ ફિલ્મ જોવાના શોખીનોને ચેતવણી આપતા જણાવ્યું હતું કે, જો તમને ફિલ્મ જોવાનો બહુ જ શોખ હોય તો રીલીઝ થયાના 10 દિવસ પછી ઈન્ટરનેટ પર જોઈ લેજો. અમે ફિલ્મને થિયેટરમાં રીલીઝ નહીં થવા દઈએ. હું લોકોને 25મી જાન્યુઆરીએ જનતા કરફ્યુ પાળવાની અપીલ કરુ છું.
ગુરુવારે સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશ અને રાજસ્થાન સરકાર દ્વારા તેમના રાજ્યમાં ફિલ્મ રીલીઝ ન થવા દેવા માટે ફાઈલ કરવામાં આવેલી રિવ્યુ પીટિશન પણ ફગાવી દીધી હતી. નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજપૂતોની લાગણીને માન આપતા ગુજરાત સરકારે ‘પદ્માવત’ની રીલીઝ પર રોક લગાવી હતી.
અમદાવાદ: સુપ્રીમ કોર્ટે ભલે 25 જાન્યુઆરીએ ‘પદ્માવત’ રીલીઝ કરવાની પરવાનગી આપી હોય પરંતુ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે લોકોને ‘પદ્માવત’ ફિલ્મનો બહિષ્કાર કરવા અને ગુજરાતમાં શાંતિ જાળવી રાખવાની અપીલ કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -