PICS: નોરતાના નવ દિવસ ટ્રાય કરો આવા ચણિયા-ચોળી સાથે અલગ લૂક્સ, પડશે વટ
6. કચ્છી કે દેશી ભરતના ચણિયા ચોળી ક્યારેય આઉટ ઓફ ટ્રેંડ ન થઈ શકે. જેમાં અડધા ચણિયામાં આ વર્કને લીધે સરસ લુક આવે છે. આવા ચણિયા સાથે કોઈ પણ મલ્ટીકલર કે મિરર વર્કનો બ્લાઉઝ સરસ લાગી શકે છે. આની સાથે બોર્ડર વાળી કોટનની બાંધણીની ચુંદડી સરસ લાગી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App4. ફ્યુઝનની વાત કરીએ તો યુવતીઓ કોટી સાથે એક્સપેરિમેંટ કરી શકે છે. કોઈ પણ પ્લેઈન ટી શર્ટ કે સ્પેગેટી ટોપ પર દેશી ભરતકામ કે કચ્છી એમ્બ્રોઈડરીની કોટી સાથે બાંધણીનો ચણિયો પહેરી શકે છે. આ લૂકમાં દુપટ્ટો નાખવાની પણ જરૂર રહેતી નથી.
નવરાત્રિને હવ ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે એબીપી અસ્મિતા પર જુઓ નવરાત્રિના બધા દિવસે અલગ-અલગ લૂક્સ. અલગ-અલગ ચણિયા-ચોળી અને કલરની પસંદગી કરી તમે બધા જ દિવસે લાગશો અલગ. ટ્રેડિશનલની સાથે-સાથે ફ્યુઝન પણ આ સિઝનનો ટ્રેંડ છે. 1. પહેલા નોરતે સિમ્પલ અને લાઈટ ચણિયાચોળી પહેરીને એક કૂલ લૂક અપનાવી શકો છે. જેમાં પ્લેઈન બ્લેક ચણિયા અને તેની પર કોઈ પણ ડાર્ક કલરનો બ્લાઉઝ કે પછી સ્પેગેટી ટોપ પણ પહેરી શકાય છે. જે પેચવર્ક દુપટ્ટા સાથે પરફેક્ટ લાગી શકે છે.
2. બીજા દિવસે એક જ કલરના ચણિયા-ચોળી સાથે નવરંગ લહેરિયા કે બાંધણીના દુપટ્ટો એક સારો ઓપ્શન છે. આ ચણિયા-ચોળીમાં પહોળી બોર્ડર કે સાવ ઓછુ વર્ક હોય તો તે વધુ સુંદર લાગી શકે છે. આ લૂક સાથે કલરફુલ બંગડી અને ઈયરિંગ તમારો લૂક પૂરો કરશે.
3. ફ્લોરલ ચણિયા-ચોળી હાલ ટ્રેંડમાં છે. તે અલગ-અલગ ફેબ્રિક સાથે સરળતાથી મળી રહે છે. ફ્લોરલ ચણિયામાં નેટનું લેયર પણ મૂકાવી શકાય છે. તેના પર ગોલ્ડન, પ્લેન ફ્લોરોસંટ કલરનો બ્લાઉઝ મેચ થાય. આખી સ્લીવ કે પછી થ્રી-ફોર્થ બ્લાઉઝ પણ સારો લાગી શકે છે.
7. કંઈક અલગ કરવા માગતી યુવતીઓ શોર્ટ ચણિયા-ચોળી ટ્રાય કરી શકે છે. જેમાં ચણિયો ઘૂંટણ સુધીનો કે તેનાથી થોડો નીચો હોય છે.
5. 'રામલીલા' બાદ લેયર વાળા ચણિયા-ચોળીની ફેશન છે. આ ચણિયા-ચોળી વધારે ઘેર વાળા હોય છે. જેના લેયરમાં કલર કોમ્બિનેશનનું ધ્યાન રાખીએ તો બહુ જ સરસ ટ્રેડિશનલ લૂક લાગે છે.
9. છેલ્લા દિવસે ટાઈ-એન્ડ-ડાઈ કે પછી બેથી વધારે કલરના ચણિયા-ચોળી સાથે શિફોન કે જ્યોર્જેટના પાતળી બોર્ડર વાળા દુપટ્ટાને પહેરી શકાય છે. આ એક ક્લાસી લૂક આપશે
- - - - - - - - - Advertisement - - - - - - - - -