નીતા અંબાણીએ દ્વારકા મંદિરમાં કરી પૂજા-અર્ચના, 52 ગજની ધજા ચઢાવી, જાણો શું માગ્યું
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે અંબાણી પરિવાર દ્વારિકાધીશના અનન્ય ભક્ત છે અને લગભગ દરેક મોટા પ્રસંગે તેઓ અચૂક દ્વારિકાધીશના દર્શનાર્થે આવે છે. નીતા અંબાણી ઘણીવાર દ્વારકાના દર્શને આવતા હોય છે.
આઈપીએલ 2018માં મુંબઈ ઈન્ડિયન્સનો સતત થઈ રહેલ પરાજયને કારણે ટીમના માલિક ચિંતામાં મૂકાઈ ગયા હતા. નીતા અંબાણી મુંબઈ ઈન્ડિયન્સ ટીમનું પ્રદર્શન સારું રહે તે માટે દ્વારકાના શરણે આવ્યા હતાં. જ્યાં મંદિરમાં પૂજા-અર્ચાના કરી હતી.
નીતા અંબાણીએ ભગવાનની આરતીમાં પણ ભાગ લીધો હતો અને ભગવાનની ચરણપાદુકાના દર્શન-પૂજન કર્યાં હતાં. બાદમાં તેમણે 52 ગજની ધજા અર્પણ કરી હતી. જ્યારે મંદિરના પૂજારી સાથે ચર્ચા પણ કરતાં નજરે પડ્યા હતાં. નીતા અંબાણી આવવાના હોવાથી મંદિરના સંચાલકો પણ આવી પહોંચ્યા હતાં.
દ્વારકા: સુપ્રસિદ્ધ યાત્રાધામ જગતમંદિર દ્વારિકાધીશના દર્શને મુકેશ અંબાણીની નીતા અંબાણી આવ્યાં હતાં. જગતમંદિરમાં ભગવાનના દર્શન કરી તેમણે આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ વિજયી બને તેવી પ્રાર્થના કરી હતી. નીતા અંબાણી દ્વારકા આવતાં તમામ પ્રકારની વ્યવસ્થા કરી દેવામાં આવી હતી. જ્યારે અંબાણી પરિવારના નજીકના લોકો પણ મળવા માટે આવ્યા હતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -