PM મોદીને ઘરમાં ચેલેન્જ કરશે નીતીશ કુમાર, હાર્દિક પટેલ સાથે સૌરાષ્ટ્રની રેલીમાં રહેશે હાજર
તે દિવસે રાજસ્થાન-ગુજરાત બોર્ડેર પર આવલા રતનપૂર ખાતે હાર્દિક પટેલની ગુજરાત વાપસી અનુસંધાને સ્વાગત સભાનું આયોજન કરાયું છે. નીતિશકુમારે સભામાં ઉપસ્થિત રહેવાનું સ્વીકાર્યું હોવાનું પટેલ નવનિર્માણ સેનાનાં પદાધિકારી ગેહરીલાલ ડાંગીએ જણાવ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પહેલા ગઈકાલે નીતીશકુમારને મળવા પટણા પહોંચેલા હાર્દિકને એરપોર્ટથી લાલબત્તીવાળી ગાડીમાં મુખ્યમંત્રી આવાસે લઈ જવાયો હતો. નીતીશકુમાર અને હાર્દિકે 1 કલાક સુધી ચર્ચા કરી હતી. 17મી જાન્યુઆરીએ હાર્દિક ગુજરાતમાં પ્રવેશી શકશે. દિવસે રાજસ્થાન-ગુજરાત બોર્ડર પાસે રતનપુરમાં સભાનું આયોજન છે. હાર્દિકની સભામાં નીતિશકુમાર ખાસ હાજર રહેશે.
મંગળવારે હાર્દિક પટેલે બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારને મળી 28મી જાન્યુઆરીએ સૌરાષ્ટ્રમાં યોજાનારા ખેડૂત સંમેલનમાં હાજર રહેવાનું આમંત્રણ આપ્યું હતું જેને નીતિશે સ્વીકાર્યું હતું. હાર્દિકને ગુજરાત બહાર રહેવાના કોર્ટના આદેશનો સમયગાળો આગામી 17 જાન્યુઆરીએ પુરો થાય છે.
પટનાઃ બિહારના મુખ્યપ્રધાન અને જેડીયુના અધ્યક્ષ નીતીશ કુમાર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેના જ ઘરમાં ચેલેન્જ આપશે. નીતીશે પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલ સાથે મુલાકાત બાદ 28 જાન્યુઆરીના રોજ ગુજરાતના સૌરાષ્ટ્રમાં આયોજિત એક રેલીમાં ભાગ લેવા માટે સહમત થયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -