હવે તમે ડ્રાઈવિંગ લાઈસન્સની મુદ્દત પૂરી થયા પહેલા જ કરાવી શકશો રિન્યૂ, જાણો સરકારે શું કર્યો નિર્ણય
અગાઉ લાઈસન્સ પેનલ્ટીનો ખોઇ ચાર્જ નહતો. પરંતુ હજાર રૂપિયા ઠોકી બેસાડતા આરટીઓના ફીના 400 સહિત અંદાજે 1500 સુધીનો ખર્ચ અરજદારને ભોગવવો પડતો હતો. આમાં એજન્ટની ફી અલાયદી આપવી પડતી હતી. જો એજન્ટની ફી ગણીએ તો 1700 સુધીનો ખર્ચ થતો હતો. ખર્ચ અરજદારોને પોષાય તેમ હતો. ભાવ ઘટાડવા માટે વિવિધ આરટીઓ સમક્ષ રજૂઆત થઈ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ: હવેથી તમે ડ્રાઈવિંગ લાઈન્સ મુદ્દત પૂરી થયાના એક વર્ષ પહેલા રિન્યૂ કરાવી શકશો. રાજ્યના વાહનવ્યવહાર વિભાગ દ્વારા શુક્રવારના રોજ કરાયેલા પરિપત્રનો વિવિધ આરટીઓએ અમલ કરવાનો રહેશે. લાઈસન્સ રિન્યૂમાં વધારેલા તોતિંગ ભાવ વધારાનો અરજદારોએ ભારે વિરોધ કર્યો હતો. પરંતુ કેન્દ્રએ કરેલા ભાવ વધારામાં રાજ્ય સરકાર સુધારો કરી શકે નહીં તે માટે એક વર્ષ પહેલા રિન્યૂ કરાવવાની છૂટ આપી અરજદારોને લાભ કરી આપ્યો હોવાનું મનાય છે. અરજદારો પાસેથી આરટીઓ ફી સિવાય કોઇ પણ જાતની વધારાની રકમ વસૂલવામાં આવશે નહીં. આરટીઓમાં રિન્યૂ માટે રોજની 250થી વધુ અરજીઓ આવે છે.
રાજ્ય સરકારના વાહનવ્યવહાર વિભાગે જારી કરેલા પરિપત્ર મુજબ ડ્રાઇવિંગ લાઈસન્સની મુદ્દત પૂરી થતી હોય તે તારીખથી એક વર્ષ અગાઉ રિન્યૂ કરાવી શકાશે. માટે એનઆઇસી, સારથી-2 અને સારથી-4 સોફ્ટવેરમાં જરૂરી ફેરફાર કરી દેવાયો છે. જેથી હવે માત્ર આરટીઓ કચેરીએ તેનો અમલ કરવાનો રહેશે. આરટીઓમાં અત્યાર સુધી લાઈસન્સની મુદ્દત વિતી જાય તો એક મહિનાની અંદર પેનલ્ટી વગર રિન્યૂ કરાવાનો નિયમ છે. પછી હજાર રૂપિયા પેનલ્ટી ભરવાની રહે છે.
વાહનવ્યવહારના લાઈસન્સના નવા ભાવ વધારાથી સામાન્ય વાહન ચાલકોને આર્થિક બોજ વધ્યો છે. જેમાં લાઈસન્સ રિન્યૂની પેનલ્ટીમાં રૂપિયા એક હજાર સુધીનો વધારો કરવામાં આવ્યો હતો. જેનો વ્યાપક વિરોધ થયો હતો. જો કે લાઈસન્સની ફીમાં સરકાર કોઇ સુધારો કરી શકે તેમ નહતું. જેથી રિન્યૂમાં છૂટછાટના દિવસો આપવાની હિલચાલ ચાલી રહી હતી. જેના ભાગરૂપે નિર્ણય લેવાયો હોવાનું મનાય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -