પાટીદાર ધારાસભ્યોના કોંગ્રેસમાંથી રાજીનામા મુદ્દે શું કહ્યું હાર્દિક પટેલે, જાણો
હાર્દિક પટેલે રાજયસભાની ચૂંટણી અંગે જણાવ્યું હતું કે, ભાજપ દ્વારા સમાજને જે અન્યાય કરવામાં આવ્યો છે ત્યારે કોઇ સમાજદ્રોહીને મત નહીં આપવા અપીલ કરી છે. પોતે કોંગ્રેસના સમર્થક નથી તેવી સ્પષ્ટતા પણ કરી હતી. પ્રવકતા વરૂણ પટેલે જણાવ્યું છે કે, કોંગ્રેસના જે પાટીદાર ધારાસભ્યો જોડાયા છે તેઓ અંગત સ્વાર્થ કે મજબૂરીથી જોડાયા છે તે સમાજ સાથેના દ્રોહ સમાન છે. સમાજ તેમને માફ નહીં કરે અને ૨૦૧૭ની ચૂંટણીમાં સમાજ આવા ધારાસભ્યોનો હિસાબ કરશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાસના કેટલાક નેતાઓએ તેના બદલામાં વિધાનસભાની ટિકિટ માગી છે. જેમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક મત વિસ્તારનો સમાવેશ થાય છે. કોંગ્રેસના ટોચના નેતાઓએ આ અંગે હાઇ કમાન્ડને રજૂઆત કરીને જવાબ આપશે તેવી ખાતરી આપી છે. ૨૯મી જુલાઇ સુધી કોંગ્રેસ પાટીદારોને અનામત અંગે સ્ટેન્ડ કલીયર કરવા પણ પાસ દ્વારા કહેવામાં આવ્યું છે.
આ સ્થિને જોતા હવે કોંગ્રેસના નેતાઓ દ્વારા પાસના નેતાઓ સાથે ખાનગી મીટીંગનો દોર શરૂ કરવામાં આવ્યો છે. એકતરફ ભાજપમાં કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યો જોડાઇ રહ્યા છે ત્યારે વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર સમાજનો કેવી રીતે વધુ લાભ મળી શકે તે માટે પાસના નેતાઓની મદદ લેવા માટે વ્યૂહરચના ગોઠવવામાં શરૂ કરવામાં આવી છે.
અમદાવાદઃ કોંગ્રેસના નેતાઓ એકતરફ પાટીદાર અનામત આંદોલન સમિતિ-પાસના નેતાઓને મળીને વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર સમાજનો શકય તેટલો વધુ ટેકો મળે તેવો વ્યૂહ ગોઠવી રહ્યા છે. પાસના નેતા હાર્દિક પટેલે પણ રાજયસભાની ચૂંટણીમાં પાટીદાર ધારાસભ્યોને સમાજ પર થયેલા અત્યાચારને યાદ રાખીને ભાજપની વિરૂધ્ધમાં મતદાન કરવા અપીલ કરી છે પરંતુ ત્યારે કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યો જ ભાજપમાં જોડાતા રાજકીય પરિસ્થિતિ બદલાઈ રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -