રાજ્યમાં આ અઠવાડિયે મળશે 50,000થી વધારે યુવાનોને નોકરી, જાણો કઈ રીતે ?
ઉલ્લેખનીય છે કે, જિલ્લા રોજગાર અધિકારીઓ મારફતે જિલ્લા રોજગાર કચેરીના રજિસ્ટરમાં નોંધાયેલ તમામ યુવક / યુવતીઓને આ મેગા જોબફેરમાં ભાગ લેવા માટે કોલ લેટર મોકલવામાં આવી રહયા છે તેમજ એસ.એમ.એસ. મારફત પણ જાણ કરવામાં આવી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરોજગાર અને તાલીમ નિયામકની વેબસાઇટ http:/employment.gujarat.gov.in તથા http:/talimrojgar.gujarat.gov.in પર પણ જરુરી વિગતો મૂકવામાં આવેલ છે. જે રોજગાર વાંચ્છુઓ રોજગાર કચેરીના રજિસ્ટર ઉપર નોંધાયેલ નથી તેમને પણ આ મેગા જોબફેરમાં ભાગ લેવાની છૂટ છે અને તેઓનું મેળાના સ્થળે ઓન-ધ-સ્પોટ રજિસ્ટ્રેશન કરવામાં આવશે.
જે પૈકી મેન્યુફેકચરીંગ સેકટરમાં ૪૦ હજાર ઉપરાંત, સર્વિસ સેકટરમાં ૩૫ હજાર ઉપરાંત ખાલી જગ્યાઓની માગ અત્યાર સુધીમાં આવેલી છે. જે હજુ પણ વધવાની સંભાવના છે. આ માંગમાં મેન્યુફેકચરીંગ ક્ષેત્રમાં ઓટોમોબાઇલ્સ, ટેક્ષટાઇલ્સ, એન્જીનીયરીંગ, કન્સ્ટ્રકશન, ફાર્મસી, ફુડ બેવરેજીસ, પ્લાસ્ટીક, પાવર, સોલાર, સીમેન્ટ, સીરામીક, સેકટરના એકમો, સર્વિસ સેકટરમાં માર્કેટીંગ/સેલ્સ, બેકીંગ, ફાઇનાન્સ, ઇન્સ્યોરન્સ, હોટેલ, હોસ્પીટાલીટી, હેલ્થ કેર મેનેજમેન્ટ, સીકયોરીટી, ટેલી કોમ્યુનીકેશન અને સ્કીલ્ડ ડેવલપમેન્ટ સેકટર ક્ષેત્રે રોજગારીની તકો ઉપલબ્ધ થશે.
ગાંધીનગર: રાજ્યભરમાં આગામી ૧૧ થી ૧૭ ફેબ્રુઆરી-૨૦૧૭ દરમિયાન ‘‘મેગા જોબ ફેર’’ કાર્યક્રમનું આયોજન કર્યું છે. જેના દ્વારા રાજ્યના ૫૦ હજારથી વધુ રોજગાર ઈચ્છુક ઉમેદવારોને પ્લેસમેન્ટનો અવસર મળશે.
આ અંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું છે કે, ગુજરાત છેલ્લા સાત વર્ષથી રોજગારી આપવામાં દેશમાં અગ્રેસર રહ્યું છે. રાજ્યના યુવાનોને મનપસંદ રોજગારી મેળવવાની તક ઉભી થાય અને ઔદ્યોગિક તેમજ સર્વિસ સેકટરના એકમોને જરૂરિયાત મુજબનું કુશળ માનવ બળ મળી રહે તે માટે રાજ્ય સરકારે આ ફેરનું આયોજન કર્યુ છે. રાજય સરકારના શ્રમ અને રોજગાર, ઉધોગ તેમજ શિક્ષણ વિભાગ દ્વારા, જિલ્લા વહીવટી તંત્રના સંયુકત ઉપક્રમે જુદા જુદા નોકરીદાતાઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેના કારણે અત્યાર સુધી કુલ ૨૨૦૦ થી વધુ નોકરીદાતાઓએ આ ફેરમાં ભાગ લેશે. જેમાં ગુજરાતની ટોચની કંપનીઓનો સમાવેશ થાય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -