નલિયા સેક્સ કાંડઃ મુખ્ય સૂત્રધાર મનાતી 'ભાભી' અંગે શું થયો ચોંકાવનારો ખુલાસો
પોલીસ ફરીયાદમાં પીડિતાએ જણાવ્યું હતું કે, કેફી પીણું પીવડાવી સંબંધ બાંધ્યા બાદ તેના નગ્ન એમએમએસ ઉતારીને બ્લેક મેઇલીંગ શરૂ કરાયું હતું
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપીડિતાએ એફિડેવિટમાં ઉલ્લેખ કર્યો છે કે હું અગાઉ લોહાણા ભવનમાં કામ કરતી હતી ત્યારે રાત્રે લોહાણા ભવનમાંથી ગાડી ભરાઇને છોકરીઓને લઇ જવામાં આવતી હતી. તે જોઇને બીજા દિવસે મેં નોકરી છોડી દીધી હતી. આ આખુ રેકેટ અતુલ ઠક્કર નામની વ્યક્તિ ચલાવે છે. તે સિવાય આ લોકો કોલેજમાં ભણતી છોકરીઓને ફસાવી તેમની ક્લિપ ઉતારી ધાકધમકી આપી સેક્સ રેકેટ ચલાવે છે.
પીડિતાએ એફિડેવિટમાં જણાવ્યું હતું કે, ભૂજ લોહાણા ભવનમાં રસોડામાં કામ કરતી ભાભી તરીકે ઓળખાતી મહિલાએ મને આરોપીઓ સેક્સ રેકેટ ચલાવતા હોવાની વાત કરી હતી. જો તેમની પૂછપરછ કરવામાં આવે તો આખુ રેકેટ બહાર આવી શકે છે.
તેણે વધુમાં કહ્યું કે, મારી પત્નીએ જ્યારે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે તેની સુસાઇડ નોટમાં શાંતિલાલ સોલંકી નામની વ્યક્તિનો ઉલ્લેખ હતો. ઉલ્લેખનીય છે કે ભાભી લોહાણા સમાજની વાડીના ભોજનાલયમાં કામ કરતી હતી.
પીડિતાના પતિને જ્યારે પૂછવામાં આવ્યું કે, ‘આ કેસમાં ‘ભાભી’ તરીકે ઓળખાતી મહિલાની શું ભૂમિકા છે? તેના જવાબમાં તેમણે કહ્યું હતું કે, ‘ભાભી’ આ કેસમાં નિર્દોષ છે. તેની આ કેસમાં કોઇ ભૂમિકા નથી. પીડિતાના પતિએ અત્યાર સુધીની પોલીસની કામગીરી પર સંતોષ વ્યક્ત કર્યો હતો.
પીડિતાના પતિએ જણાવ્યું કે, તેણે જ મારી પત્નીને લોહાણા સમાજની વાડીમાં સેક્સ રેકેટ ચાલતુ હોવાની વાત જણાવી હતી. જોકે, અગાઉ મીડિયામાં એવા રિપોર્ટ વહેતા થયા હતા કે ભાભી તરીકે ઓળખાતી મહિલા આ સમગ્ર સેક્સ રેકેટની ભેજાબાજ છે અને તે જ નેતાઓને યુવતીઓ પુરી પાડતી હતી.
ભૂજઃ નલિયા સેક્સકાંડમાં દિવસેને દિવસે નવા નવા ખુલાસાઓ થઇ રહ્યા છે ત્યારે આજે પીડિતાનો પતિ મીડિયા સમક્ષ આવ્યો હતો અને આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગણી કરી હતી. તેણે દાવો કર્યો હતો કે, આ સમગ્ર સેક્સ રેકેટ શાંતિલાલ સોલંકીની કેટરિંગમાં કામ કરતી ‘ભાભી’ને કારણે બહાર આવ્યું છે. તે સારી વ્યક્તિ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -