✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

નલિયા ગેંગરેપની ચર્ચાસ્પદ ગણાતી 'ભાભી' અંગે પીડિતાએ શું કર્યો ચોંકાવનારો ખુલાસો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  12 Feb 2017 10:40 AM (IST)
1

આ માટે જિલ્લાકક્ષાએથી વધુમાં વધુ રૂપિયા એક લાખ જ્યારે રાજ્ય બોર્ડમાંથી રૂપિયા બે લાખ સહાય કરવામાં આવશે. આ માટે તંત્ર દ્વારા વહીવટી પ્રોસિઝર શરૂ કરી હોવાનું પ્રોટેક્શન ઓફિસર બી.કે. ગઢવીએ જણાવ્યું હતું.

2

નલિયામાં સામૂહિક દુષ્કર્મકાંડનો ભોગ બનેલી પીડિતાને જિલ્લા તંત્ર અને રાજ્ય સરકાર દ્વારા રૂપિયા ત્રણ લાખની સહાય કરવામાં આવશે. મળતી વિગત મુજબ મહિલા આયોગના સભ્યોએ કલેક્ટર સાથે બેઠક કરી હતી અને આ બાબતે સૂચના આપી હતી.

3

મૂળ ઉત્તરપ્રદેશની ગીતા રાત-દિવસ પોતાનો ચહેરો દુપટ્ટાથી બાંધેલો જ રાખે છે અને તે માત્ર પીડિતાના સંપર્કમાં આવી હતી. પ્રથમથી વિવાદાસ્પદ રહેલી ભાભીની ભૂમિકા શંકાસ્પદ ગણાતી હતી પરંતુ પીડિતાના પતિએ ગઇકાલે ભાભી ખૂબ જ સારા હોવાનું કહી તેમને ક્લીનચીટ આપી હતી.

4

મળતી વિગતો અનુસાર, પીડિતાએ ભાભી તરીકે ઓળખાતી મહિલાનું નામ ગીતા હોવાનો સ્વીકાર કર્યો છે. સૂત્રોના કહેવા પ્રમાણે, ગીતા છેલ્લા 2 દિવસથી એલસીબી-મહિલા પોલીસમાં નજર કેદ હોવાનું જાણવા મળ્યું છે.

5

ભુજ: નલિયાના ગેંગરેપ કેસમાં મહત્વની કડીરૂપ ગણાતી ‘ભાભી’ તરીકે ઓળખાતી મહિલા કોણ છે તેને લઇને ખુલાસો થયો છે. કેસમાં શરૂઆતથી જ વિવાદમાં રહેલી ‘ભાભી’ અતુલના ત્યાં કામ કરતી ગીતા હોવાનો ખુલાસો થયો છે.

6

મીડિયા સાથેની વાતચીતમાં ભુજથી 4 કિલોમીટર દૂર આવેલા એક ગામમાં રહેતી ગીતા અતુલ ઠક્કરની લોહાણા સમાજની વાડીની કેન્ટીનમાં ભાભી ઉર્ફ ગીતા રોટલી વણવાનું કામ કરે છે. અહીંથી જ પીડિતા ગીતાના સંપર્કમાં આવી હતી.

7

9 મહિના પૂર્વે અતુલની ગેરહાજરીમાં કેન્ટીનમાં જઇ પહોંચેલી પીડિતા ભાભી ઉર્ફે ગીતાના સંપર્કમાં આવી હતી. અહીં તેને પોતાની આંતરીક તકલીફો જણાવતાં ગીતાએ તેને પોતાના ઘરે 2 દિવસ આશરો આપ્યો હતો.

  • હોમ
  • ગુજરાત
  • નલિયા ગેંગરેપની ચર્ચાસ્પદ ગણાતી 'ભાભી' અંગે પીડિતાએ શું કર્યો ચોંકાવનારો ખુલાસો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.