હાર્દિકના ઉપવાસને લઇને કોગ્રેસના નેતાઓએ રૂપાણી સાથે કરી મુલાકાત, કહ્યું- આવતીકાલથી કોગ્રેસ કરશે પ્રતિક ઉપવાસ
પરેશ ધાનાણીએ કહ્યું હતું કે, સરકાર હાર્દિક સાથે વાટાઘાટો કરી તેને નવું જીવનદાન આપે. ખેડૂતોના હિતમાં પગલાં લેવા રજૂઆત કરી હતી. એટલું જ નહીં, આ મામલે રાજ્ય સરકાર 24 કલાકમાં પગલાં નહીં લે તો શુક્રવારે સવારે 11 વાગ્યાથી શનિવારે સવારે 11 વાગ્યાથી રાજ્યના તમામ જિલ્લામાં કોંગ્રેસના કાર્યકરો ઉપવાસ આંદોલન કરશે અને વિરોધ વ્યક્ત કરશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગરઃ ખેડૂતોના દેવામાફી અને પાટીદારોને અનામતના મુદ્દે આમરણાંત ઉપવાસ કરી રહેલા હાર્દિક પટેલના સમર્થનમાં કોગ્રેસના નેતાઓએ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની મુલાકાત કરી હતી. કોગ્રેસે આ મુદ્દે આક્રમક વલણ અપનાવતા આવતીકાલથી 24 કલાકના ઉપવાસની જાહેરાત કરી છે. નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ મુખ્યમંત્રી સાથેની મુલાકાત બાદ જણાવ્યું હતું કે, સરકાર અમારી રજૂઆતને ગંભીરતાથી લે અને કોઇ ઉકેલ નહી લાવે તો કોગ્રેસ આવતીકાલથી રાજ્યવ્યાપી ધરણા કરશે.
કોગ્રેસે ખેડૂતોના દેવામાફી, રાજ્યમાં બેકારી, હાર્દિક પટેલના ઉપવાસ મુદ્દે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપ્યું હતુ. કોગ્રેસના નેતાઓ રૂપાણીને મળવા પહોંચ્યા તે અગાઉ તેમને રોકવામાં આવ્યા હતા તેના કારણે પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું જોકે, બાદમાં તેમને મુખ્યમંત્રીને મળવા જવા દીધા હતા.
કોંગ્રેસી નેતાઓએ રાજ્ય સરકારને જણાવ્યું હતું કે, મોંઘવારી અને પોષણક્ષમ ભાવો ન મળવાને કારણે રાજ્યનો ખેડૂત પીસાઈ રહ્યો છે. તેને પૂરતી વીજળી કે સિંચાઈનો લાભ પણ મળતો નથી અને સરકાર પોતાનો અહંકાર છોડે અને ખેડૂતોનું કલ્યાણ કરે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -