પાટીદારોની છોકરીઓને બીજા સમાજ કે ધર્મના છોકરાઓ સાથે લવ મેરેજ નહીં કરવા દઈએ, ક્યા પાટીદાર નેતાએ કર્યો આ હુંકાર?
સાબવાએ કહ્યું કે, અમારા કાર્યકરો પાટીદાર સમાજના યુવાનોને પણ મદદરૂપ થશે. કોઈ પાટીદાર યુવાનને અન્ય સમાજ કે જ્ઞાતિના યુવકો પરેશાન કરતા હશે તો અમારા કાર્યકરો યુવાનની મદદ કરશે. હાર્દિક હાલ મધ્ય પ્રદેશના પ્રવાસે છે તેથી તેને પૂછવાનો કોઈ સવાલ ઉભો થતો નથી એવી કોમેન્ટ પણ સાબવાએ કરી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસાબવાએ કહ્યું કે, અન્ય સમાજ કે ધર્મનો છોકરો અમારા સમાજની છોકરીને ભોળવી જાય અને તેનું જીવન નર્ક બની જાય છે એવા ઘણા બનાવો બન્યા છે. આ સંજોગોમાં સમાજના હિતોનું રક્ષણ કરવાની અમારી જવાબદારી છે. અમે પોલીસથી ઉપરવટ જઈને કામ કરીશું અને અમારા સમાજના પ્રશ્નોને પોલીસમાં લઈ જવાની જરૂર નથી.
સાબવાએ કહ્યું કે, અમારા કાર્યકરો તપાસ કરશે કે કોઈ પાટીદાર કન્યાને બીજી જ્ઞાતિ કે ધર્મનો છોકરો ભોળવી રહ્યો છે અને જો જરૂર જણાશે તો આવા સંબંધનો વિરોધ કરવા અમે જે તે છોકરા વિરુદ્ધ પગલા ભરીશું. કાયદો અને વ્યવસ્થા તેને સજા આપે કે ન આપે પણ અમારી 2500 યુવાનોની ટીમ તેને સજા આપશે.
આ અંગે દિલીપ સાબવાએ કહ્યું કે, અમારા પાટીદાર સમાજની કોઈ દીકરી પ્રેમ લગ્ન કરે તેની સામે અમને વાંધો નથી પણ રસ્તે રખડતા રોમિયો તેમને ભોળવે છે તેની સામે વાંધો છે. પાટીદાર યુવતીઓની રક્ષા માટે અમે સુરક્ષા ટીમ બનાવી છે. આ ટીમ પાટીદાર યુવતીઓને કોઈ ભોળવે નહીં તેનું ધ્યાન રાખશે.
પાટીદાર સુરક્ષા સેના(PSS) રાજ્યની પાટીદાર કન્યાઓને પાટીદાર સિવાયના બીજી જ્ઞાતિ કે ધર્મના યુવકે સાથે લગ્ન નહીં કરવા દે. દરેક પાટીદાર કન્યા પાટીદાર સમાજમાં જ લગ્ન કરે અને અન્ય સમાજ કે ધર્મમાં અથવા રસ્તે રખડતા રોમિયો સાથે લગ્ન ન કરે તેનું પાટીદાર સુરક્ષા સેના ધ્યાન રાખશે.
અમદાવાદઃ પાટીદારોને ઓબીસી સમકક્ષ અનામત અપાવવા માટે રચાયેલી પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS)ના કન્વિનર દિલીપ સાબવાની આગેવાનીમાં એક નવા સંગઠન પાટીદાર સુરક્ષા સેના(PSS)ની રચના કરવામાં આવી છે. PSS દ્વારા રાજ્યમાં પાટીદાર સમાજ માટે એક નવો એજન્ડા સેટ કરવામાં આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -