પાટણ મારામારી કેસમાં હાર્દિકને મળ્યા જામીન, જાણો કોર્ટે કઇ રાખી શરતો
કોર્ટે આ ત્રણેય આરોપીઓને ગુજરાતની હદ ન છોડવા અને પાટણમાં પ્રવેશવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. કોર્ટે કહ્યું કે, જો પાટણમાં પ્રવેશ મેળવવા માંગતા હોય તો આ માટે ટ્રાયલ કોર્ટની મંજૂરી લેવી પડશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનોંધનીય છે કે મારામારી અને લૂંટ કેસમાં સુરત પોલીસે પાટણ પોલીસને માહિતી આપી હતી કે હાર્દિક અને તેનો સાથી વરૂણ પટેલ સુરતથી આણંદના વલ્લભ વિદ્યાનગરમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવી રહ્યો છે. પાટણ પોલીસે આણંદ પોલીસને તેની ધરપકડ કરવા જણાવ્યું હતું. બાદમાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર થઈને ચિખોદરા ચોકડી પરથી હાર્દિક પટેલની આણંદ પોલીસે ધરપકડ કરી હતી.
પાટણઃ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલ, મહેશ પટેલ અને દિનેશ બાંભણિયાને પાટણ મારામારી કેસમાં પાટણ કોર્ટ દ્ધારા શરતી જામીન મંજૂર કરવામાં આવ્યા છે. છે. આ ત્રણેય વિરુદ્ધ મહેસાણાના પાસના કન્વિનર નરેન્દ્ર પટેલ અને દિલીપ સાવલિયાએ મારામારી અને લૂંટની ફરિયા નોંધાવી હતી. જોકે, બાદમાં નરેન્દ્ર અને દિલીપ સાવલિયાએ કોર્ટમાં એફિડેવિટ ફેરવી તોડ્યું હતું કે તેમની સાથે મારામારી હાર્દિકે નહી પણ તેના કાફલાએ કરી હતી.
ઉલ્લેખનીય છે કે હાર્દિકની ધરપકડ થયાના થોડા દિવસ બાદ હાર્દિક સામે ફરિયાદ કરનારા બંન્ને ફરિયાદી નરેન્દ્ર પટેલ અને દિલીપ સાવલિયાએ એફિડેવિટ કરી હતી અને હાર્દિકને જામીન મળે, તો તેમને વાંધો ન હોવાનું જણાવ્યું હતું.
કોર્ટે હાર્દિક સહિતના ત્રણેયને 15000 રૂપિયાના જામીન પર મુક્ત કર્યા હતા. તે સિવાય કોર્ટે તમામને પાસપોર્ટ, કાયમી એડ્રેસ અને મોબાઇલ નંબર પણ જણાવવાનો આદેશ આપ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -