આજથી હાર્દિક પટેલ ગુજરાતમાં કઈ જગ્યાએથી શરૂ કરશે પ્રતિક ઉપવાસ, જાણો વિગત
1) ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે. 2) પાટીદાર સમાજને અનામત આપવામાં આવે. 3) રાજદ્રોહને કેસમાં ધરપકડ કરવામાં આવેલા પાસના કન્વિનર અલ્પેશ કથિરીયાને જેલમુક્ત કરવામાં આવે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલે 19 દિવસ સુધી ત્રણ માંગણીઓને લઈને ઉપવાસ કર્યા હતાં. જોકે, સમાજના આગેવાનોની સમજાવટ બાદ હાર્દિક પટેલે 19માં દિવસે પારણા કરી લીધા હતાં. પાટીદારની છ મુખ્ય સંસ્થાઓના આગેવાનોની સમજાવટ બાદ હાર્દિકે પારણાં કરી લેવાનો નિર્ણય કર્યો હતો.
ગાંધી જયંતિએ હાર્દિક પટેલે ટ્વિટ કરતા લખ્યું હતું કે, ‘સમાજમાં ફેલાયેલી ધૃણા, હિંસા અને સાંપ્રદાયિકતાથી દેશને બચાવવાનું એકમાત્ર હથિયાર સત્ય અને અહિંસા છે. હું પૂજ્ય બાપુના ચીંધ્યા માર્ગે ચાલવાનો પ્રયાસ કરીશ. સત્ય અને અહિંસાની લડાઈથી લોકોના મૌલિક અધિકારોની વાત કરીશ.’
હાર્દિકે ટ્વિટ કરીને લખ્યું હતું કે, ‘પૂજ્ય મહાત્મા ગાંધીની જન્મ જયંતિ, બીજી ઓક્ટોબરથી મોરબીમાં સામાજિક ન્યાય અને ખેડૂતોની દેવા માફીની માંગણી સાથે એક દિવસનો ધરણા કાર્યક્રમ શરૂ થશે. ગુજરાતના મુખ્ય 28 જિલ્લા અને 150થી વધારે તાલુકાઓમાં આ કાર્યક્રમ થશે. ગામડે-ગામડે લોકક્રાંતિનું આહવાન થશે.’
મોરબીઃ પાસ કન્વીનર હાર્દિક પટેલ આજથી એટલે કે ગાંધી જયંતિના દિવસથી ફરી ઉપવાસ કરવાનો છે. આજે મોરબીથી હાર્દિક પટેલ પ્રતિક ઉપવાસની શરૂઆત કરવાનો છે. આ અંગે હાર્દિક પટેલે ટ્વિટ કરીને બધાંને માહિતી આપી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -