BJPના ક્યા ધારાસભ્યએ કહ્યું કે, હું લાગણીથી હાર્દિક પટેલ સાથે જોડાયેલો છું? જાણો તેમનું નામ વિગત
અમદાવાદ: ખેડૂતોના દેવા માફી અને પાટીદાર અનામતની માંગણી સાથે ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલની 14માં દિવસે તબિયત લથડતાં શુક્રવારે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ત્યારે પાસ કોર કમિટી દ્વારા ખેડૂતોના દેવા માફી અને પાટીદાર અનામત મુદ્દે જે તે ધારાસભ્યોના સ્ટેન્ડ ક્લિયર કરવા પાસ દ્વારા તમામ ધારાસભ્યોને ફોન કરવામાં આવી રહ્યા છે.
ધારાસભ્યએ કહ્યું કે, હાર્દિકની તબિયત સારી નથી તેણે ડોક્ટરનું માનવું જોઈએ કોઈ પણ વાતનો ચર્ચાથી ઉકેલ લાવવો જોઈએ. પાસ કન્વીનર સાથે ઇડર ધારાસભ્યએ કરેલ વાતચીતનો ઓડીયો વાયરલ થયો છે.
ઈડર પાસ કન્વીનર શૈલેશ પટેલે ઈડરના ધારાસભ્ય હિતુ કનોડિયાને ફોન કરતા તેમણે જણાવ્યું કે, હું હાર્દિક સાથે લાગણીથી જોડાયેલો છું. સરકાર ખેડૂતલક્ષી અભિગમ ધરાવે છે લગભગ 30 કરોડની બજેટમાં જોગવાઈ પણ કરવામાં આવી છે.
ઈડર પાસ કન્વીનર શૈલેશ પટેલે ઈડરના ધારાસભ્ય હિતુ કનોડિયાને ફોન કરતા તેમણે જણાવ્યું હતું કે, હું હાર્દિક સાથે લાગણીથી જોડાયેલો છું. સરકાર ખેડૂતલક્ષી અભિગમ ધરાવે છે લગભગ 30 કરોડની બજેટમાં જોગવાઈ પણ કરવામાં આવી છે.
ઓડીયો ક્લિપ પ્રમાણે ઈડરના ધારાસભ્યએ કહ્યું હતું કે, પાસ કન્વીનરોએ વાતચીત કરવા આગળ આવવું જોઈએ, સરકાર રાહ જોઈએ બેઠી છે. આ સાથે ધારસભ્ય હિતુ કનોડિયાએ એવું પણ કહ્યું હતું કે, હું લાગણીથી હાર્દિક પટેલ સાથે જોડાયેલો છું.
જોકે પાસ દ્વારા ઈડરના ભાજપના ધારાસભ્ય હિતુ કનોડિયાને ફોન કરવામાં આવ્યો હતો જેમાં હિતુ કનોડિયાએ જણાવ્યું હતું કે, હું લાગણીથી હાર્દિક સાથે જોડાયેલો છું. પાસ અને હિતુ કનોડિયાની ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે.