હાર્દિક પટેલના સમર્થનમાં ઉપવાસ પર ઉતરેલા ક્યાં બે પાટીદાર યુવાનોની તબિયત લથડી, જાણો વિગત
જોકે બંન્ને પાટીદારોની તબિયત લથડતાં ખાડામાં જ બાટલો ચડાવી સારવાર આપવામાં આવી હતી પરંતું વધારે તબિયત લથડતાં તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે નજીકના પાટીદારો દોડી આવ્યા હતાં.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિસાવદરનાં જૂનાગઢ રોડ પર હાર્દિક પટેલના સમર્થનમાં જાંબુડીના માજી સરપંચ લાલજીભાઇ કોટડીયા અને પાટીદાર આગેવાન અરવિંદભાઇ વાગ્યા દ્વારા બાપાની આમલી નજીક ઉપવાસી છાવણી નાંખવામાં આવી હતી.
પરંતું અચાનક બન્ને સમર્થકોની તબિયત તથડતાં તેમને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલ ખાતે પાટીદારોનું ટોળું ઉમટી પડ્યું હતું.
જૂનાગઢ: પાસ કન્વીનર હાર્દિક પટેલ છેલ્લા 15 દિવસથી ઉપવાસ આંદોલન પર છે. જ્યારે તેની તબિયત લથડતાં તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જોકે હાર્દિકની સાથે સાથે તેના સમર્થનમાં વિસાવદરનાં બે પાટીદાર આગેવાનો જમીનમાં 5 ફૂટ ઉંડો ખાડો ખોદીને આમરણાંત ઉપવાસ પર ઉતર્યાં હતા.
જ્યાં સુધી હાર્દિક પટેલની માંગણી સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી આ ઉપવાસ ચાલુ રાખવામાં આવશે તેવો નિર્દેશ આપ્યો હતો.
આ બંને આગેવાનોએ પાંચ-પાંચ ફૂટ ઉંડા બે ખાડા ખોદાવ્યા છે અને તેમાં તેઓ હાર્દિકના સમર્થનમાં આમરણાંત ઉપવાસ પર ઉપર્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -