9 લાખ યુવાનોનાં ભાવિ સાથે રમત કરનારા પેપર લીક કૌભાંડના આરોપીઓને થઈ શકે કેટલી સજા ? જાણીને લાગશે આંચકો
આ પેપરકાંડ કેસમાં આરોપીઓમાં પેપરની જવાબદારી જેને સોંપવામાં આવી છે તેવા એજન્ટો દોષિત ઠરે તો આજીવન કેદ અથવા 10 વર્ષની સજાને પાત્ર બની શકે છે. જ્યારે અન્ય વ્યક્તિઓના કિસ્સામાં 3 વર્ષ સુધીની સજાને પાત્ર છે. જ્યારે છેતરપિંડીના ગુનામાં 7 વર્ષ સુધીની કેદની સજા મળી શકે છે. આ કાવત્રામાં સામેલ હોય તે બધાને પણ તેટલી જ સજા મળી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલોકરક્ષક પેપરકાંડ મામલે સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે ભારતીય ફોજદારી ધારાની કલમ 409 એટલે કે એજન્ટ દ્નારા ગુનાઈટ વિશ્વાસધાત, કલમ 406 સામાન્ય વ્યક્તિ દ્વારા વિશ્વાસધાત અને કલમ 420 છેતરપિંડી અને કાવત્રા અંગે ગુનો દાખલ કર્યો છે.
ગુજરાતમાં લોકરક્ષકની ભરતી માટેની પરીક્ષાનું પેપર લીક થવાના કેસમાં સીઆઈડી ક્રાઈમના એસપી વિરેંદ્ર યાદવે ગાંધીનગર સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં કુલ 5 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી.
ગાંધીનગર: ગુજરાત રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા રવિવારે લોક રક્ષકની ભરતી માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, પરીક્ષા પહેલા જ પેપર લીક થઈ જતાં પરીક્ષાને રદ્દ કરવામાં આવી હતી. પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -