સોમનાથમાં નિર્માણ પામી રહેલા ખોડલધામ અતિથિ ભવનના પ્રમુખ પદેથી કોણે આપ્યું રાજીનામું? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 22 Jan 2019 07:47 AM (IST)
1
ઉલ્લેનીય છે કે ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ પદેથી આઠ મહિના પહેલા પરેશ ગજેરાએ રાજીનામું આપી દીધું હતું.
2
કાગવડ ખાતે આવેલા ખોડલધામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના બે વર્ષ પૂર્ણ થતાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે 21 તારીખે આ પદયાત્રા ખોડલધામ પહોંચી હતી જ્યાં ખોડલધામના તમામ આગેવાને ઉપસ્થિત રહ્યા હતા જોકે પરેશ ગજેરાની ગેરહાજરી જોવા મળી હતી.
3
રાજકોટ: ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ તરીકે સવા વર્ષ સુધી કામગીરી કરનાર અને આઠ મહિના અગાઉ ટ્રસ્ટમાંથી રાજીનામું આપનાર પરેશભાઈ ગજેરાએ હવે સોમનાથમાં નિમાર્ણ પામી રહેલા અતિથિ ભવનના પ્રમુખપદેથી પણ રાજીનામું આપી દીધું હતું.