ભરૂચ: રાજપૂત સમાજના યુવાનોએ ભાજપના સાસંદ પરેશ રાવલને બતાવ્યો પરચો, પછી શું થયું, જાણો વિગતે
ભરૂચઃ ગુજરાત વિધાનસભાની ચંટણીના હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે રાજકોટમાં અમદાવાદના સાંસદ અને અભિનેતા પરેશ રાવલ ભાજપના કાર્યાલય ઉદઘાટન સમયે તેમણે રાજા રજવાડાઓની સરખામણી વાંદરા સાથે કરતાં સમગ્ર રાજપૂતોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. જેનો પરેશ રાવલને ભરૂચ જિલ્લાના રાજપુત સમાજે દરબારી મિજાજનો પરચો આપી દીધો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપરેશ રાવલની ભરૂચમાં યોજાયેલી સભામાં રાજપુત યુવાનો દ્વારા વિરોધ થાય તેવી શક્યતાઓને સંભાવનાને જોઇને તેમણે સંબોધીને જણાવ્યું હતું કે, એક સ્પિચમાં મેં રાજપુત સમાજની લાગણી દુભાય તેવો શબ્દ ઉચ્ચાર્યો હતો. જોકે એ શબ્દ મેં તેમના માટે નહતો કર્યો, કારણ કે હું મુરખ નથી કે આવી વીર કોમ માટે આવો શબ્દ બોલું જોકે એ શબ્દ હૈદરાબાદના નિઝામ માટે તે શબ્દ બોલ્યો હતો. પરંતુ તેમની ભાવનાને ઠેસ પહોંચતાં તેમણે તેના માટે સ્ટેજ પરથી જાહેર માફી માંગી દિલગીરી વ્યક્ત કરી હતી.
જંબુસરમાં પરેશ રાવલે રાજપુત યુવાનો સમક્ષ બે હાથ જોડીને આફા રાજપૂત સમાજની માફી માગી હતી. તેમણે જણાવ્યું હતું કે, રાજપુત સમાજ માટે મને ગર્વ છે. મારા મોં માંથી તે દિવસે શું નીકળી ગયું તેની મને ખબર જ નથી. સમાજના માતા, બહેનો અને ભાઇઓની હું માફી માંગું છું.
જંબુસરના ટંકારી ભાગોળ ખાતે રાજપુત યુવાનોએ પરેશ રાવલનો ઘેરાવો કર્યો હતો. યુવાનોનો મિજાજ પારખીને પરેશ રાવલને બે હાથ જોડી માફી માંગી હતી. ભરૂચમાં પરેશ રાવલની સભાનો વિરોધ કરવા જઈ રહેલાં રાજપુત સમાજના 15થી વધારે યુવાનોની પોલીસે અટકાયત કરી લીધી હતી.
જંબુસરમાં સભાને સંબોધવા આવેલ અમદાવાદના સાંસદ પરેશ રાવલને ટંકારી ભાગોળ ખાતે સમાજના યુવાનોએ ઘેરો ઘાલતાં તેમને બે હાથ જોડી માફી માંગી હતી. ભરૂચમાં અભિનેતાનો વિરોધ કરવા જઈ રહેલાં 15થી વધારે રાજપુત યુવાનોની પોલીસે અટકાયત કરી હતી.
જંબુસરમાં સભાને સંબોધવા આવેલ અમદાવાદના સાંસદ પરેશ રાવલને ટંકારી ભાગોળ ખાતે સમાજના યુવાનોએ ઘેરો ઘાલતાં તેમને બે હાથ જોડી માફી માંગી હતી. ભરૂચમાં અભિનેતાનો વિરોધ કરવા જઈ રહેલાં 15થી વધારે રાજપુત યુવાનોની પોલીસે અટકાયત કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -