પાટીદાર અનામત આંદોલન મુદ્દે સરકારને 20મી સુધીનું અલ્ટિમેટમ, જાણો શું અને કોણે આપી ચીમકી
એક પ્રશ્નના જવાબમાં દિનેશ બાંભણીયાએ જણાવ્યું કે, ગુજરાતમાં મુખ્યમંત્રી કોઇપણ આવે અમારે તેની સાથે કોઇ લેવાદેવા નથી. અમારી લડાઇ કોઇ વ્યકિતગત નથી પણ સરકારની સિસ્ટમ્સ સામે છે. બસ અમારા આંદોલનની માંગણીઓનો યોગ્યરૂપે ઉકેલ આવવો જોઇએ. રાજય સરકાર દ્વારા ઇબીસીની જાહેરાત કરવામાં આવી હતી, બાદમાં કોર્ટે આ હુકમને રદ્દ કરી દીધો હતો. ત્યારબાદ PAAS અને રાજય સરકાર વચ્ચે કોઇપણ જાતની વાતચીત થઇ ન હોવાનું તેઓએ જણાવ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In App'PAAS' ના આગેવાનોની બેઠક મળી હતી. જેમાં અગાઉ નક્કી કર્યા મુજબ દિવાળીના તહેવાર બાદ આંદોલન તેજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
દિનેશ બાંભણીયાએ વધુમાં જણાવ્યું કે, આગામી ૧૫ દિવસમાં એટલે કે ૨૦ નવેમ્બર સુધીમાં રાજય સરકાર અમને બોલાવશે નહી કે અમારી સાથે બેઠક નહીં કરે તો ફરીથી આંદોલન શરૂ કરવામાં આવશે. જેના ભાગરૂપે સૌપ્રથમ ખાટલા બેઠકો શરૂ કરીશું. સૌરાષ્ટ્રના દરેક તાલુકાઓમાં દર દસ દિવસે સભાઓ યોજવામાં આવશે. જેનો પ્રારંભ ભાયાવદરથી થશે. ૨૦મી નવેમ્બરના રોજ પ્રથમ સભાનું આયોજન થશે. આ સભાઓમાં હાર્દિક પટેલની થ્રીડી સભા પણ થશે.
દિનેશ બાંભણીયાએ એક સ્થાનીક સમાચારપત્રને આપેલ ન્ટરવ્યૂમાં જણાવ્યું કે, દરેક પાટીદારને યોગ્ય ન્યાય મળે તે માટે અમો લડત ચલાવી રહ્યા છીએ. PAAS કોંગ્રેસના ઇશારે ચાલી રહ્યું નથી અને તે કોંગ્રેસનો હાથો પણ નથી. અમારા પર ખોટા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. હું સ્પષ્ટ શબ્દોમાં કહું છું કે અનામત આંદોલનને યોગ્ય ન્યાય મળશે તો જ આ આંદોલનનો સુખદ અંત આવશે, નહી તો જોયાજેવી થશે અને જે કંઈપણ થશે તેના માટે સરકાર જવાબદાર રહેશે.
રાજકોટ: દિવાળી-નુતનવર્ષ પર્વ બાદ અનામત આંદોલનમાં ફરી જુવાળ જોવા મળી રહ્યો છે. ફરી કંઈ નવાજુની થાય તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. 'PAAS' દ્વારા અનામત આંદોલન ફરી વેગીલું બનાવવાની ઘોષણા કરવામાં આવી છે. પાટીદારોને યોગ્ય ન્યાય ન મળે તો જોયાજેવી થશે તેવી ચીમકી PAAS કન્વીનર દિનેશ બાંભણીયાએ ઉચ્ચારી છે. રાજ્ય સરકાર દ્વારા 20મી નવેમ્બર સુધીમાં મંત્રણા માટે કોઈ જવાબ નહીં આવે તો આગામી સમયમાં સરકારને ઘેરવા માટે વિવિધ કાર્યક્રમ યોજવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -