અમદાવાદઃ ત્રીજા દિવસે હાર્દિક પટેલે પીધું પાણી, જાણો કોણે પીવડાવ્યું પાણી
ઉપવાસ પર ઉતર્યો ત્યારના પ્રથમ દિવસે હાર્દિકનું વજન 78 કિલો આસપાસ હતું. પરંતુ દિવસો વિતવાની સાથે તેના વજનમાં સાત કિલોનો ઘટાડો થયો છે.
હાર્દિકને ડોક્ટરોએ પાણી લેવાની વારંવાર સલાહ આપી હતી. ગઢડાના એસપી સ્વામીએ પણ પાણી ત્યાગની જીદ છોડવા હાર્દિકને મનાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તે માન્યો નહોતો. અગાઉ કૉંગ્રેસના ધારાસભ્યો પણ હાર્દિકની મુલાકાત કરી ચુક્યા છે. આજે કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પણ હાર્દિકની મુલાકાત લઇ શકે છે.
મળતી વિગતો અનુસાર, હાર્દિક પટેલે ગુરુવારથી પાણીનો ત્યાગ કર્યો હતો પરંતુ સાધુ સંતોની સમજાવટ બાદ હાર્દિક પટેલ આજે પાણી પીવા તૈયાર થયો હતો અને એસપી સ્વામીએ હાર્દિકને પાણી પીવડાવ્યું હતું. હાર્દિકને ગઇકાલે એસપી સ્વામીએ પાણી પીવડાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેણે પાણી પીવાનો ઇનકાર કર્યો હતો પરંતુ આજે તેણે પાણી પીધું હતું.
અમદાવાદઃ પાટીદાર નેતા હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે આઠમો દિવસ છે. ખેડૂતોના દેવા માફી અને પાટીદારોને અનામતની માંગણીને લઇને હાર્દિક પટેલ છેલ્લા આઠ દિવસથી ઉપવાસ બેઠો છે. હાર્દિક પટેલને આજે એસપી સ્વામીએ પાણી પીવડાવ્યું હતું. હાર્દિક પટેલે બે દિવસથી પાણીનો ત્યાગ કર્યો હતો પરંતુ બે દિવસ બાદ તેણે પાણી પીધું હતું.