જસદણ પેટાચૂંટણીઃ હાર્દિકનો પણ ન ચાલ્યો જાદુ, જ્યાં પ્રચાર કર્યો ત્યાં ભાજપને મળ્યો વિજય
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપેટાચૂંટણીના પરિણામમાં કુંવરજી બાવળીયાને 90,262 મતો મળ્યાં અને કોંગ્રેસના અવસર નાકિયાને 70,283 મતો મળ્યાં. આ ઉપરાંત 2146 લોકોએ નોટાને મત આપ્યા હતા. કુલ 19 રાઉન્ડમાં મતગણતરી યોજાઈ હતી. જો કે આ અગાઉ કુંવરજી બાવળિયા પાંચવાર કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડ્યાં હતાં અને જીત્યા હતાં. આ રીતે જસદણ કોંગ્રેસનો ગઢ કહેવાતો હતો. પરંતુ આ વખતે કુંવરજી બાવળીયા ભાજપની ટિકિટ પરથી લડ્યાં અને જંગી બહુમતીથી જીત્યાં.
ગાંધીનગરઃ જસદણ પેટાચૂંટણીમાં ભાજપના કુંવરજી બાવળીયાનો 19 હજાર મતથી વિજય થયો છે. કુંવરજી બાવળિયાએ 19 હજાર કરતા વધુ મતોથી અવસર નાકિયાને હરાવીને જસદણમાં પોતાનો દબદબો યથાવત રાખ્યો છે. ચૂંટણીના પ્રચાર દરમિયાન બંને પક્ષો દ્વારા દિગ્ગજ નેતાઓને પ્રચારમાં સામેલ કરવામાં આવ્યાં હતાં. હાર્દિકે કોંગ્રેસના અવસર નાકિયાના પ્રચાર માટે રૂપાવટી ગામે સભા સંબોધી હતી. આ ગામના પરિણામમાં પણ ભાજપને લીડ મળી છે. રૂપાવટીમાં અવસર નાકિયાને માત્ર 251 અને કુંવરજી બાવળીયાને 667 મતો મળ્યાં છે.
જીત બાદ વિજય રૂપાણીએ કહ્યું કે, 'આ ચૂંટણી લગભગ ગામડાઓની ચૂંટણી હતી. ખેડૂતોના નામે કોંગ્રેસે ઘણા નાટકો કર્યા હતા. છેલ્લે મત આપવા માટે ગયા ત્યારે ડુંગળીનો હાર પહેરીને વિરોધ કર્યો હતો. છતાં ખેડૂતોએ બીજેપીની મત આપ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -