ડીસા: વૈભવી બંગલોમાં રહેતા ખેડૂતે ગોળી મારી કરી આત્મહત્યા, પરિવારજનો દોડ્યાં
Download ABP Live App and Watch All Latest Videos
View In App46 વર્ષિય રાજુભાઇ મુકેશભાઇ સૈનીને પરિવારમાં ત્રણ સંતાન છે. ખેતીનાં વ્યવસાયથી સંકળાયેલા રાજુભાઇએ પિતરાઇ ભાઇઓની મિલકતનાં પ્રશ્ને આત્મહત્યા કરી હોવાની પ્રાથમિક દ્દષ્ટિએ સામે આવ્યું છે.
મૃતકના મોબાઈલની કોલ ડીટેલના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. મૃતદેહને પી.એમ. અર્થે ડીસા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યારે પોલીસે અત્યારે તો આત્મહત્યાનો ગુનો નોંધ્યો છે. આ ઘટનાના સમાચારથી લોકોના ટોળેટોળાં ઘટના સ્થળે અને સિવિલ હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા. ડીસામાં પોશ વિસ્તારમાં 3થી 4 કરોડનો વૈભવી મહેલ જેવો બંગલો ધરાવતા રાજુભાઇના મોતની આત્મહત્યાને લઈ લોકો પણ અચંબામાં પડી ગયા હતા.

ડીસાના ખેડૂત રાજુભાઇ સૈનીએ ગુરુવારે સાંજે રાઇફલથી પોતાના લમણામાં ગોળી મારી પોતાના ઘરમાં આત્મહત્યા કરી હતી. ઘરમાં ગોળીનો અવાજ આવતાં પરિવારજનો દોડી આવી જોતાં રાજુભાઇ લોહીથી લથપથ ઘરમાં પડ્યા હતા. આર્થિક રીતે સમૃદ્ધ રાજુભાઇ સૈનીએ આત્મહત્યા કરતા શોકનો માહોલ છવાયો હતો. ઘટનાના પગલે જિલ્લા પોલીસ અધિક્ષક પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
બનાસકાંઠા: ડીસાના આદિનાથ સોસાયટીમાં મિલકત મુદ્દે પિતરાઈ ભાઈઓ વચ્ચે ચાલતા ખટરાગને લઈ ખેડૂતે ગુરુવારે સાંજે રાઇફલથી ગોળી મારી આત્મહત્યા કરી હતી. આ બનાવના પગલે જિલ્લા પોલીસ વડા સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. મૃતદેહને ડીસા સિવિલમાં લઇ જતાં પી.એમ. રૂમ પાસે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -