નડિયાદ: એ રાત્રે લાઈટ ડૂલ થઈ ને તાનિયા થઈ ગાયબ? જાણો આ રીતે બની ઘટના
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનડિયાદના કિસન સમોસાના ખાંચામાં જય અંબે ગ્રુપ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગરબામાં મંગળવારના રોજ શહેરની ચકચારી ઘટના તાનિયા હત્યા કેસમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો હાજર રહ્યાં હતાં તમામે હાથમાં કેન્ડલ લઇ તાનિયા માટે પ્રભુને પ્રાર્થના કરી હતી.
આ દરમ્યાન સોસાયટીના માણસો આવી પહોંચ્યા અને પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. ઘટનાની રાત્રે જ્યારે લાઇટો બંધ થઇ ત્યારે મિતની માતા જીગીશાબહેન ઘરમાંથી બહાર હતા.
થોડીવારમાં કુસુમબેન ઘરે આવી ન્હાવા બેઠા હતા. આ અરસામાં લાઇટો બંધ થઇ જતાં અંધારપટ સર્જાયો હતો. જોકે 8:20 વાગ્યે રોજની જેમ સૂવાનો સમય થઇ ગયો હોવાથી કુસુમબેને તાનિયાને બૂમ પાડી હતી. આગળ વર્ણન કરતા તેઓએ જણાવ્યું હતું કે બે-ત્રણ વાર બૂમ પાડ્યા બાદ કોઇ જવાબ ન મળતા તેમણે આસપાસના બધાં ઘરોમાં તપાસ કરી જોકે તાનિયાનો કોઇ પત્તો લાગ્યો નહોતો. જેથી તાનિયાની ચિંતામાં તેઓને ગભરામણ થવા લાગી હતી.
તાનિયા અને દાદી બંન્ને સાથે જમવા માટે બેઠાં હતાં, અને જમતા હતાં તે વખતે હત્યારા મિતની મમ્મી જિગીશાબેન અમારા ઘરે ડુંગળી લેવા માટે આવ્યા હતા. તેથી તાનિયાએ જાતે ઊભા થઇ જિગીશાબેનને હસતાં-હસતાં ડુંગળી આપી હતી. બાદમાં જમવાનું પૂર્ણ થતાં તાનિયાએ જાતે નીચેના ભાગમાં પોતું ફેરવી સફાઇ કરી હતી. એ પછીની થોડીવારમાં કુસુમબેને તેને નવડાવી કપડાં પહેરાવ્યા બાદ લક્ષ ડુપ્લેક્ષમાં 6 નંબરના મકાનમાં રહેતા બીટ્ટુના ઘરે તેની સાથે રમવા માટે મૂકવા ગયા હતા.
18 સપ્ટેમ્બરની એ રાત્રે બનેલી ઘટનાને આજે દસ દિવસ ઉપરાંતનો સમય વીતી ગયો છે, પરંતુ તાનિયાના બા કુસુમબેન અને પરિવારજનો હજુ આ કારમા આઘાતમાંથી બહાર આવ્યા નથી. ઘટનાનું હૂબહૂ વર્ણન કરતા કુસુમબેને કહ્યું હતું કે, ઘટનાના દિવસે સાંજે 6:10 વાગ્યે તાનિયા નજીકમાં અભ્યાસ કરીને ઘરે પરત ફરી હતી. ત્યાર બાદ 6:30 વાગ્યાની આસપાસ મેં તાનિયાને જમવા માટે બોલાવી હતી.
નડિયાદ: તાનિયા હત્યાકાંડને 10 દિવસ જેટલો સમય થઈ ચૂક્યો છે, ત્યારે આ બનાવમાં રહસ્યના અનેક તાણાવાણા ગૂંથાવા લાગ્યા છે. આ બનાવના દિવસે તાનિયાના રહેણાંક વિસ્તારમાં વીજળી ડૂલ થવાથી સર્જાયેલા અંધારપટ બાદ શું બન્યું? કેવી રીતે બન્યું? તે અંગે અત્યાર સુધી અનેક તર્ક-વિતર્કો સર્જાઈ રહ્યા છે. જોકે ચોક્કસ શું થયું? અને કોની કેવી ભૂમિકા? વગેરે જેવા અનેક પ્રશ્નો અંગે તાનિયાના દાદી કુસુમબેન અને તેના મોટા મમ્મી દેવીયાનીબેને અનેક રહસ્યો પરથી પડદો ઊંચકાયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -